Face Of Nation, 27-09-2021: પશ્વિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા સીટ પર યોજાનાર પેટાચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચેલા ભાજપ સાંસદ દિલીપ ઘોષ પર હુમલો થયો છે. ભારતીય જનતા પાર્ટી એ હુમલાનો આરોપ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. આ દરમિયાન ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારઝૂડ પણ થઇ છે. આ ઉપરાંત ટીએમસી કાર્યકર્તાઓએ દિલીપ ઘોષ વિરૂદ્ધ નારેબાજી કરી અને ધક્કા મુક્કી પણ કરી.
કોઇપણ પરિસ્થિતિમાં ચૂંટણી જીતવા માગે છે ટીએમસી: દિલીપ ઘોષ
દિલીપ ઘોષ એ કહ્યું કે પ્રચાર દરમિયાન સત્ત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ ના કાર્યકર્તાઓએ મારા પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે ટીએમસી કાર્યકર્તાઓએ ગુંડાગર્દી તરફ ટીમએમસી કોઇપણ ચૂંટણી જીતવા માંગે છે.
તમને જણાવી દઇએ કે ભવાનીપુર વિધાનસભા સીટ પર 30 સટેમ્બર વોટિંગ થવાનું છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. ભવાનીપુર પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ તરફથી મમતા બેનર્જી ઉમેદવાર છે, જ્યારે ભાજપના વકીલ પ્રિયંકા ટિબરેવાલને ઉતાર્યા છે. મમતા બેનર્જીને પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી બની રહેવા માટે આ ચૂંટણીમાં જીત જરૂરી છે, કારણ કે આ વર્ષે મે મહિનામાં પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તેમને નંદીગ્રામ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)