દેશમાં હિજાબને લઇ વિરોધ પ્રદર્શન
સાધ્વી પ્રજ્ઞાનો વીડિયો વાયરલ
સાંસદે હિજાબ અને ખિજાબની સરખામણી કરી
Face of Nation 17-02-2022 : હિજાબને લઈને દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન ભોપાલના બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પણ આ વિવાદમાં કૂદી પડ્યા છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું છે કે દેશમાં કોઈએ હિજાબ પહેરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે હિજાબ એ લોકોએ પહેરવો પડે છે જેમના પોતાના ઘરમાં મુશ્કેલી હોય અને તેમના ઘરમાં જ તેઓ સંકટમાં છે. કર્ણાટક સહિત દેશના કેટલાક ભાગોમાં હિજાબ પહેરવાના પક્ષમાં અને વિરોધમાં પ્રદર્શનો તેજ થઇ ગયું છે.
વાયરલ થઇ રહ્યો છે સાધ્વી પ્રજ્ઞાનો વીડિયો
ભોપાલમાં એક કાર્યક્રમને સંબોધતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે કોઈની સાથે કોઈ બંધન નથી. હિંદુઓ એટલા શ્રેષ્ઠ, એટલા ઉચ્ચ વિચારવાળા અને એટલા સંસ્કારી છે કે આપણે ક્યાંય હિજાબ પહેરવાની જરૂર નથી. હિજાબ એ લોકોએ પહેરવો જોઈએ જેમના પોતાના ઘરમાં મુશ્કેલી હોય, તેઓ પોતાના ઘરમાં જ સંકટમાં હોય, તેમના ઘરમાં જ ખતરો હોય અને તેમના ઘરમાં જ તેમની મર્યાદા ખતરામાં હોય, આથી તેમને ઘરમાં પણ હિજાબ પહેરવો જોઈએ. જ્યાં હિન્દુ સમાજ બહાર નીકળે છે, ત્યાં તેમને હિજાબ પહેરવાની જરૂર નથી અને જ્યાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જ્યાં અભ્યાસ થાય છે ત્યાં તો બિલકુલ જ નહીં.
સાંસદે હિજાબ અને ખિજાબની પણ સરખામણી કરી. તેમણે કહ્યું કે ઉંમર છુપાવવા માટે ખિજાબનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે હિજાબનો ઉપયોગ ચહેરો છુપાવવા માટે થાય છે. મુસ્લિમ મહિલાઓને તેમના ફુઆ, કાકા અને મામાના છોકરાઓથી જ ખતરો હોય છે. આથે તેમણે ઘરમાં જ હિજાબ પહેરવો જોઈએ.
સાંસદે વધુમાં કહ્યું કે હિંદુઓ સનાતની પરંપરાનું પાલન કરે છે. હિન્દુ ધર્મમાં સ્ત્રીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ હિંદુ મહિલાઓ સુરક્ષિત છે. શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબના વિવાદ પર બોલતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે હિન્દુ વિદ્યાર્થીઓ પણ ગુરુકુળમાં ભગવા વસ્ત્રો પહેરે છે પરંતુ શાળા-કોલેજોમાં યુનિફોર્મ પહેરે છે. મુસ્લિમો પણ મદરેસામાં કંઈ પહેરે તેનાથી લોકોને કોઇ ફરક પડતો નથી પરંતુ શાળા-કોલેજમાં હિજાબની કોઇ જરૂર નથી.
કેવી રીતે હિજાબ વિવાદ શરૂ થયો?
કર્ણાટકના ઉડુપીની એક સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં ક્લાસમાં હાજરી આપી ત્યારે હિજાબ પહેરેલી છોકરીઓને કૉલેજ પરિસરમાંથી બહાર નીકળવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ આ મુદ્દાએ જોર પકડ્યું. સ્થિતિ એવી છે કે આ મુદ્દો હવે દેશના વિવિધ ભાગોમાં પણ ફેલાઈ ગયો છે. દક્ષિણપંથી સંગઠનો દ્વારા સમર્થિત યુવા હિંદુઓ ભગવા ગમછા પહેરીને આ મામલામાં કૂદી પડ્યા. ઘણી જગ્યાએ હિંસાની ઘટનાઓ પણ સામે આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).