Home News BJP રાષ્ટ્રીય કાર્યસમિતિ માટેના નામોની જાહેરાત,ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને કારોબારીમાં સ્થાન અપાયુ

BJP રાષ્ટ્રીય કાર્યસમિતિ માટેના નામોની જાહેરાત,ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને કારોબારીમાં સ્થાન અપાયુ

Face Of Nation, 07-10-2021: ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે 80 સદસ્યોના નામોની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કારોબારી માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે. પણ સાથે જ  છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લિસ્ટ જાહેર કરીને આ નામ આપ્યા છે.

ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ કરાયો છે. તો સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ અને વિશેષ આમંત્રિતોમાં રમીલાબેન બારાનો સમાવેશ કરાયો છે.

દિલ્હીમાં 2 વર્ષ બાદ ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળવાની છે. 7 નવેમ્બરના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારી મળશે. કોરોનાના કારણે 2 વર્ષથી રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી ન હતી. છેલ્લે જાન્યુઆરી 2019 માં રાષ્ટ્રીય કારોબારી મળી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જેપી નડડાની આ પહેલી કારોબારી મળશે.

તમામ રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સંગઠન મહામંત્રીઓને કારોબારીમાં સામેલ કરાયા છે. આ સાથે જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માટે 13 સદસ્યોનું સિલેક્શન કરાયુ છે. જેમાં છત્તીસગઢના ડો.રમન સિંહ, રાજસ્થાનથી વસુંધરા રાજે સિંધિયા, બિહારથી રાધા મોહન સિંહ, ચંદીગઢથી સૌદાન સિંહ, ઓરિસ્સાથી બૈજયંત જય પાંડા, ઝારખંડથી રઘુવર રાસ, પશ્ચિમ બંગાળથી દિલીપ ઘોષ, ઉત્તર પ્રદેશથી બેબી રાની મૌર્યા, ગુજરાતથી ડો. ભારતીબેન શિયાળ, તેલંગણાથી ડીકે અરુણા, નાગાલેન્ડથી એમ ચુબા આઓ અને કેરળથી અબ્દુલ્લા કુટ્ટીને સામેલ કરાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)