Home Politics પંજાબ AAP ને મોટો ઝટકો, ભાજપના સરબજીત કૌર ચંડીગઢના બન્યા મેયર

પંજાબ AAP ને મોટો ઝટકો, ભાજપના સરબજીત કૌર ચંડીગઢના બન્યા મેયર

Face of Nation 08-01-2022:  કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં મોટો ઉલટફેર થયો છે. ભાજપે મેયર પદ મેળવ્યું છે. ભાજપના સરબજીત કૌર ચંડીગઢના મેયર બન્યા છે. સ્થાનિક ચૂંટણીમાં મોટી પાર્ટી બનીને ઉભરી આવેલી આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવ્યો છે.

પરિણામ બાદ મેયરની ખુરશી પાછળ જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ધરણા પર બેસી ગયા છે. ડીસી વિનય પ્રતાપ સિંહને પણ ત્યાં રોકવામાં આવ્યા. નગર નિગમની અંદર માર્શલ બોલાવવામાં આવ્યા. ધક્કામુક્કીની સ્થિતિ છે. AAP ના કોર્પોરેટર પણ મેયરની બાજુની સીટ પર બેસી ગયા.

અત્રે જણાવવાનું કે ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 12 બેઠકો જીતી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના ખાતામાં 14 બેઠક ગઈ હતી. કોંગ્રેસમાંથી કાઢી મૂક્યા બાદ દેવેન્દ્ર સિંહ બબલા પોતાની પત્ની હરપ્રીત બબલા સાથે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તેમના પત્ની પણ આ ચૂંટણી જીત્યા હતા. જ્યારે ભાજપના સાંસદ કિરણ  ખેરને પણ એક મત નાખવાનો અધિકાર છે. આ રીતે ભાજપ પાસે 14 મત આવી ગયા.

કોને કેટલા મળ્યા મત
કુલ 36 મત હતા. 28 મત પડ્યા. જેમાંથી એક મત અમાન્ય ગણાયો. જ્યારે ભાજપના સરબજીત કૌરને 14 મત મળ્યા અને આમ આદમી પાર્ટીના અંજુ કત્યાલને 13 મત મળ્યા. આમ એક મતથી જીત મેળવીને ભાજપના સરબજીત કૌર ચંડીગઢના નવા મેયર બન્યા. ચૂંટણીમાં ભાજપને 12 બેઠકો મળી હતી. જ્યારે આપને 14 બેઠકો મળી હતી. આમ કોઈ પણ પક્ષ બહુમતનો આંકડો પાર કરી શક્યો નહતો. પરંતુ પહેલીવાર આવેલી આપે 14 બેઠક જીતીને ખળભળાટ મચાવ્યો હતો. ભાજપને 12, કોંગ્રેસને 8 અને અકાલી દળને એક બેઠક ગઈ હતી.

ભાજપે પૂર્વ કોર્પોરેટર જગતાર સિંહ જગ્ગાના પત્ની સરબજીત સિંહ કૌરને મેયર પદ માટે ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ અંજુ કત્યાલને મેયર પદ માટે ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસે ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ઉમેદવારનું નામાંકન મેયર માટે કર્યું નહતું. તમામ પાર્ટીઓને હોર્સ ટ્રેડિંગની આશંકા હતી એટલી કોંગ્રેસે પોતાના કોર્પોરેટરોને જયપુર મોકલ્યા હતા. જે આજે જ પાછા ફર્યા. જ્યારે આપના કોર્પોરેટરો પહેલા દિલ્હીમાં રહ્યા ત્યારબાદ કસૌલી આવ્યા અને પછી ચંડીગઢ આવ્યા.

ભાજપે પણ પોતાના કોર્પોરેટરોને શિમલા મોકલ્યા હતા. જે શુક્રવારે સાંજે જ પાછા ફર્યા હતા. અત્રે જણાવવાનું કે એક જાન્યુઆરીએ તમામ નવા 35 કોર્પોરેટરો શપથ પણ લઈ ચૂક્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).