Face Of Nation, 28-10-2021: વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણી અગાઉ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વિપક્ષી દળોને એકજૂથ કરવામાં લાગ્યા છે. પરંતુ આ બધા વચ્ચે તેમનું કહેવું છે કે આગામી અનેક દાયકા સુધી ભારતીય જનતા પાર્ટી નો દબદબો રહેવાનો છે અને વિપક્ષી પાર્ટીઓએ અનેક દાયકા સુધી ભાજપ સામે લડવું પડશે.
દાયકા સુધી ભાજપના દબદબાની ભવિષ્યવાણી કરવાની સાથે જ પ્રશાંત કિશોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કે મોદી યુગના અંતની રાહ જોવી એ તેમની ભૂલ છે. તેમણે કહ્યું કે કદાચ તેઓ કોઈ વહેમમાં છે કે ભાજપ ફક્ત મોદી લહેર સુધી જ સત્તામાં રહેવાની છે.
મળતી માહિતી અનુસાર પ્રશાંત કિશોરે આ વર્ષ પશ્ચિમ બંગાળ વિધાન સભા ચૂંટણીમાં ટીએમસીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ મમતા બેનર્જી સાથે કામ કરી રહ્યા નથી. જો કે હવે તેઓ પડદા પાછળ રહીને કામ કરે છે અને ગોવામાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી માટે બેઝ શોધવા પહોંચ્યા છે.
પ્રશાંત કિશોરે ગોવાના મ્યૂઝિયમમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ‘ભાજપ આવનારા અનેક દાયકા સુધઈ ભારતીય રાજકારણના કેન્દ્રમાં રહેશે અને તે હારે કે જીતે તેનાથી કોઈ ફરક પડશે નહીં. બરાબર એજ રીતે જે રીતે કોંગ્રેસના 40 વર્ષ હતા. એ જ રીતે ભાજપ પણ ક્યાંય જવાનો નથી.’ તેમણે કહ્યું કે ‘ભારતમાં જ્યારે એકવાર તમે 30 ટકા મત મેળવી લો છો તો એટલી જલદી ક્યાંય જતા નથી. તમે એ ભ્રમમાં બિલકુલ ન રહો કે લોકો ગુસ્સે થઈ રહ્યા છે અને તેઓ મોદીને ઉખાડી ફેંકશે. બની શકે કે લોકો મોદીને હટાવી દે પણ છતાં રાજનીતિના કેન્દ્રમાં તો ભાજપ જ રહેશે અને અનેક દાયકા સુધી તમારે ભાજપનો સામનો કરવો પડશે.’
આ સાથે જ પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે ‘તેઓ મોદીની તાકાત સમજી શકતા નથી. તેઓ વિચારે છે કે થોડા સમયની જ વાત છે, લોકો મોદીને સત્તામાંથી હાંકી કાઢશે પરંતુ એ થવાનું નથી.’ તેમણે કહ્યું કે ‘જ્યાં સુધી તમે મોદીની તાકાત સમજી નહીં લો અને તેમની મજબૂતાઈ સ્વીકારશો નહીં, ત્યાં સુધી તમે તેમનો સામનો કરી શકશો નહીં. લોકો મોદીની તાકાતોને સમજવામાં વધુ સમય આપતા નથી અને તેઓ એ પણ સમજી શકતા નથી કે મોદી આટલા લોકપ્રિય કેવી રીતે બની રહ્યા છે. તેમનો સામનો કરવા માટે તે જાણવું ખુબ જરૂરી છે.’(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)