Home Uncategorized ભાજપે દિલ્હી જીતવાની યોજના બનાવી અને કેજરીવાલ સહિતના નેતાઓનો જેલવાસ શરૂ થયો

ભાજપે દિલ્હી જીતવાની યોજના બનાવી અને કેજરીવાલ સહિતના નેતાઓનો જેલવાસ શરૂ થયો

Face Of Nation 09-02-2025: દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કારમી હારનો સામનો કરતા ભાજપે જીત મેળવી સત્તાનું સુકાન સંભાળ્યું છે. ભાજપે દિલ્હી જીતવાની રણનીતિ કેજરીવાલ સહિતના મંત્રીઓને જેલમાં ધકેલતાંની સાથે કરી દીધી હતી. “દિલ્હીમાં ખુદ કેજરીવાલ હારી રહ્યા છે” અમિત શાહે ચૂંટણી અગાઉ એક ખાનગી ચેનલને આપેલું આ નિવેદન ઘણી યોજનાઓને ઉજાગર કરી જાય છે. જો કોઈ વિરોધ પાર્ટીના નેતાએ આ નિવેદન આપ્યું હોત તો તેની હાલત કંઈક અલગ હોત. અમિત શાહને રાજનીતિના ચાણક્ય તરીકે મીડિયા હંમેશા રજૂ કરતું રહ્યું છે અને આ જ ચાણક્ય શબ્દને લઈને અમિત શાહ સતત ઊંચા આસમાને અભિમાન સાથે ઉડતા રહ્યા છે. અમિત શાહના ઇન્ટરવ્યૂમાં છલકાતું અભિમાન જ કહી દેખાડે છે કે, આ પ્રજાના નેતા નહિ પણ અભિમાનની આંધી છે.
હું પહેલા દિવસથી જ કહી રહ્યો છું કે ભાજપ 46-52 બેઠકો જીતી રહી છે. ફક્ત અમે જ નહીં, સામાન્ય લોકો પણ આ કહી રહ્યા છે, એટલે કે લોકો આ આપ-દામાંથી મુક્ત થવા માંગે છે. દિલ્હીમાં ભાજપના ઉમેદવારનું આ નિવેદન છે. ભાજપે ચૂંટણીમાં જાતિ, પ્રદેશ અને ધાર્મિક જૂથોને નિશાન બનાવવા માટે 27 સેલ અને 7 મોરચા બનાવ્યા. જેમાં પૂર્વાંચલ મોરચો અને મંદિર સેલ મુખ્ય હતા. MCD ચૂંટણી પહેલા ફક્ત 19 સેલ કાર્યરત હતા. તેમને પાયાના સ્તરે લોકો સાથે વાત કરવાની અને તેમને પાર્ટીની વિચારધારા સાથે જોડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના લોકોને જોડવા માટે સેલ બનાવવામાં આવ્યા હતા. પહેલી વાર, બંજારા અને સિંધી સમુદાયો માટે અલગ સેલ બનાવવામાં આવ્યા. ટેમ્પલ સેલ દરેક વિધાનસભા મતવિસ્તારના મંદિરો અને આરડબલ્યુએને જોડતો હતો. તે દર મંગળવારે મંદિરોમાં હનુમાન ચાલીસાનો પાઠ કરાવતો. દિલ્હીમાં 100થી વધુ ગુરબાની, શિવરાત્રી અને જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને, ખાસ કરીને યુવાનો અને મહિલાઓને એક જગ્યાએ ભેગા કરવાનો હતો.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઇ ગઇ છે. સમર્થકો અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપ હાઇકમાન્ડ લેશે. અલગ-અલગ ફેક્ટર મુજબ ભાજપમાં સીએમ પદના ઘણા દાવેદાર છે. હજુ સુધી કોઇપણ ખુલીને પોતાની દાવેદારી નોંધાવી રહ્યા નથી. સીએમ ચહેરો ફાઇનલ થવામાં થોડો સમય લાગી શકે છે. આ યાદીમાં પરવેશ વર્માની દાવેદારી સૌથી મજબૂત ગણવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

જેના પાસપોર્ટ અમેરિકી સરકાર પાસે છે તે તમામને ડિપોર્ટેશનનો ખતરો, જાણો ડિપોર્ટેશન એટલે શું અને તેની સમગ્ર પ્રક્રિયા – Face of Nation