ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 07-04-2020 : સમગ્ર વિશ્વને બાનમાં લેનાર કોરોનાએ અનેક દેશોમાં તેનો કાળો કેર વર્તાવ્યો છે. ભારતમાં અત્યાર સુધી કુલ 4789 કેસો નોંધાયા છે જે આંકડો અમેરિકાના ન્યુયોર્કમાં થયેલા મૃત્યુઆંકની સરખામણીએ છે. અમેરિકાના ન્યુયોર્કમાં અત્યાર સુધી 4789 જેટલા લોકોના કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યા છે, જ્યાં કુલ કેસ 1,30,689 નોંધાયા છે, જેની સામે 13,000 લોકો સ્વસ્થ થયા છે. સમગ્ર અમેરિકામાં અત્યાર સુધી 3,70,397 કેસ નોંધાયા છે જેમાં 11,042 જેટલા લોકોના મોત નિપજ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી કુલ 13,67,183 જેટલા કેસો નોંધાયા છે અને 76,551 જેટલા લોકોના મોત નિપજ્યા છે, જેની સામે 2,94,101 લોકો સ્વસ્થ થઈ પરત ઘરે પહોંચ્યા છે.
સમગ્ર વિશ્વમાં રશિયાએ સૌથી વધુ 7,95,000 જેટલા લોકોને કોરોનાના ટેસ્ટ કરાવ્યા છે. જેમાંથી 7497 કેસ પોઝિટિવ નોંધાયા છે અને 58 જેટલા લોકોના મોત નિપજ્યા છે. સૌથી વધુ મૃત્યુ આંક ઇટાલીમાં 16,523 નોંધાયા છે. ચીનમાં 81,740 સામે 77,167 જેટલા લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.
Special Report : આજે ભાજપનો સ્થાપના દિન, પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો
ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદના સીટી વિસ્તારમા આખે આખી પોળો ક્વોરેન્ટાઇન કરવી પડે તેવી સ્થિતિ