Home Uncategorized લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થતા હડકંપ, બે લોકોના મોત, ઘાયલો હોસ્પિટલમાં ખસેડાયા

લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થતા હડકંપ, બે લોકોના મોત, ઘાયલો હોસ્પિટલમાં ખસેડાયા

Face of Nation 23-12-2021:  પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં ત્રીજા માળે આ  વિસ્ફોટ થયો છે. જેમાં બેના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ધડાકો એટલો ભીષણ હતો કે આખું બિલ્ડિંગ હલી ગયું. વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. લોકો પોતાના જીવ બચાવવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. ધડાકાના કારણે પાર્કિંગમાં ઊભેલા કારો પણ ડેમેજ થઈ. હાલ જો કે કોર્ટમાં વકીલોની હડતાળ ચાલુ છે એટલે કોર્ટમાં વધુ ભીડ નહતી. આ ધડાકો કોઈ બોમ્બ વિસ્ફોટનો હતો કે પછી સિલેન્ડર ફાટ્યું તે સ્પષ્ટ થયું નથી.

મળતી માહિતી મુજબ લુધિયાણા કોર્ટના ત્રીજા માળે થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હોવાના ખબર છે. જ્યારે ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધડાકો થતા જ કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ. ઘાયલોની સંખ્યાની જોકે હજુ પુષ્ટિ થઈ નથી. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં ધડાકો થયો હતો. ત્યારે ત્યાં હાજર નાયબ ઘાયલ થયો હતો.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લુધિયાણાની કોર્ટના ત્રીજા માળે 9 નંબરની કોર્ટના વોશરૂમ નજીક આ ધડાકો થયો. જેમાં બે વ્યક્તિના મોત થયા. આ ધડાકા અંગે પંજાબના મુખ્યમંત્રીનું પણ નિવેદન આવ્યું છે. સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે આ વિસ્ફોટ પાછળ દેશ વિરોધી તાકાતોનો હાથ છે. તેમણે એમ પણ કહ્યું કે બેઅદબી મામલા બાદ હવે ધડાકા દ્વારા ષડયંત્ર રચાયું છે આથી પંજાબના લોકોએ સાવધાન રહેવું જોઈએ.

સીએમ ચન્નીએ એમ પણ કહ્યું કે પ્રદેશમાં ચૂંટણી પહેલા માહોલ બગાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જ્યારે લુધિયાણાના પોલીસ કમિશનર જીપી એસ ભુલ્લરે પણ ધડાકા પર લોકોને જાણકારી આપી છે.

ધડાકા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ટ્વીટ કરતા ઘાયલોના જલદી સાજા થવાની કામના વ્યક્ત કરી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).