Home World ‘ઝુકેંગા નહીં સાલા’: પ્રજ્ઞાચક્ષુ રહસ્યવાદી બાબા વેંગાની ભવિષ્યવાણી; પુતિન બનશે ‘વિશ્વનો બળવાન...

‘ઝુકેંગા નહીં સાલા’: પ્રજ્ઞાચક્ષુ રહસ્યવાદી બાબા વેંગાની ભવિષ્યવાણી; પુતિન બનશે ‘વિશ્વનો બળવાન વ્યક્તિ’!

Face Of Nation 29-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થયું હતુ અને હજુ પણ યથાવત છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન જ્યારથી તેમની સેના પર યુક્રેન પર આક્રમણ કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારથી તે સતત ચર્ચામાં રહ્યા છે. ત્યારે હવે એક અંધ રહસ્યવાદી જેણે યુક્રેનમાં રશિયન યુદ્ધની આગાહી કરી હતી, તેણે આગાહી કરી છે કે પુતિન ‘વિશ્વનો બળવાન વ્યક્તિ’ બનશે. તો બીજીતરફ અંધ રહસ્યવાદીએ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અને ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી છે.
પુતિન અને રશિયા વિશ્વ પર પ્રભુત્વ મેળવશે !
બાબા વાંગા કુદરતી આફતોને ‘જોઈ’ અને તકરાર થાય તે પહેલા ચેતવણી આપતા જોવા મળે છે.પૂર્વીય યુરોપિયમાં તે’બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’તરીકે જાણીતા છે.હાલ તેણે જણાવ્યુ છે કે, વ્લાદિમીર પુતિન અને રશિયા વિશ્વ પર પ્રભુત્વ મેળવશે.તેણે કહ્યુ કે,”તેના દ્વારા બધાને રસ્તામાંથી દૂર કરવામાં આવશે અને માત્ર તે રાજ કરશે નહીં, પણ તે ‘વિશ્વનો બળવાન વ્યક્તિ’ પણ બનશે.
અત્યાર સુધીમાં સેંકડો આગાહીઓ કરી
આ દાવા અનુસાર રશિયા વિશ્વની એકમાત્ર મહાસત્તા હશે.સાથે તેણે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અને ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે એક પણ ભવિષ્યવાણી કરી છે. વાંગેલિયા ગુશ્ટેરોવામાં જન્મેલા અંધ બાબા વાંગાને બાદમાં ખબર પડી કે તેઓ ભવિષ્યની આગાહી કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં સેંકડો આગાહીઓ કરી હતી. તેના લાખો અનુયાયીઓ માને છે કે તેનામાં ટેલિપેથી અને એલિયન્સ સાથે વાતચીત કરવામાં સક્ષમ હોવા સહિતની પેરાનોર્મલ ક્ષમતાઓ છે.વિશ્વની ઘટનાઓ અને માનવતાની સ્થિતિ વિશેની તેની અસંખ્ય આગાહીઓ માટે બાદમાં તે જાણીતા બન્યા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).