Home World અમેરિકા : જીવના તરસ્યા બન્યા કેદી, લોહીયાળ ખેલમાં 68ના મોત, અનેક ઘાયલ

અમેરિકા : જીવના તરસ્યા બન્યા કેદી, લોહીયાળ ખેલમાં 68ના મોત, અનેક ઘાયલ

Face Of Nation, 14-11-2021:  સાઉથ અમેરિકાના ઇક્વાડોર ની સૌથી મોટી જેલ, લિટોરલ પેનિટેંટરીની અંદર શુક્રવારે રાત્રે પ્રતિદ્વંદ્રી ગેન્ગ વચ્ચે લોહીયાળ હિંસા બાદ ઓછામાં ઓછા 68 કેદીના મોત થયા છે અને 25 ઘાયલ થયા છે. આ પહેલાં પણ આ જેમાં સૌથી ભયંકર લોહીયાળ ખેલ થયો હતો. એટોર્ની જનરલના કાર્યાલયે શનિવારે આ વાતની જાણકારી આપી.

આ ઘટના ઇક્વાડોરના ગ્લાયાકિલ શહેરની લિટોરલ પેનિટેંટરી જેલની છે. આ તે જ જેલ છે જ્યાં દેશના સૌથી ઘાતક જેલ રમખાણો થયા છે. લગભગ એક મહિના પહેલાં આ જેલમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 119 કેદીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ વર્ષે ઇક્વાડોર જેલ હિંસામાં અત્યાર સુધી 280 થી વધુ કેદીઓના મોત થયા છે.

જેલો પર કંટ્રોલ કરવાની હોડને લઇને અહીં ડ્રગ્સ તસ્કરી કરનાર ગેન્ગ વચ્ચે હિંસા થતી રહી છે. શુક્રવારે રાત્રે થયેલી આ હિંસા આ કારણે જ થઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ પર વાયરલ હોય છે, જેમાં પીડિતોને જેલમાં મારઝૂડ કરતાં અને જીવતા સળગાવતા જોઇ શકાય છે.

ગુયાસ પ્રાંતના ગર્વનર પાબ્લો અરોસેમેનાના અનુસાર જેલમાં એક ગેન્ગના નેતાના છુટકારા બાદ વિજળીની અછતના કારણે હિંસા શરૂ થઇ. તેમણે શનિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું ‘કેટલાક કેદીઓનું ગ્રુપ અન્ય સેલના લોકો પર પોતાનો દબદબો યથાવત કરવા માંગે છે, આ કારણે આ હિંસા થઇ.’(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)