Home Gujarat બોર્ડની પરીક્ષામાં પેપર સ્ટાઈલ સરળ કરાઈ; ધો-10 અને 12 બંનેમાં વિદ્યાર્થીઓને જનરલ...

બોર્ડની પરીક્ષામાં પેપર સ્ટાઈલ સરળ કરાઈ; ધો-10 અને 12 બંનેમાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન અપાશે

Face Of Nation 14-03-2022 :  કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા ઓફલાઈન લેવાઈ રહી છે ત્યારે કોવિડ-19ની સ્થિતિને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ગંભીર અસર પડી છે. આ વર્ષે શિક્ષણ બોર્ડે બંને પરીક્ષાની પેપર સ્ટાઈલમાં ફેરફાર કરી સરળ બનાવી છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલ સરળ બનાવાઈ છે, જેમાં ધો.10માં 80માંથી 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને ધો.12માં 100માંથી 20 ગુણના એમસીક્યુ તથા 10 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે.
વૈકલ્પિક પ્રશ્નોનું પ્રમાણ વધારી બોર્ડે પેપર સ્ટાઈલ સરળ કરી
દર વર્ષ કરતા આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શિક્ષણબોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં પેપર સ્ટાઈલ સરળ કરી છે. દર વર્ષે જે પેપર સ્ટાઈલ હતી તેના કરતા આ વર્ષે વૈકલ્પિક પ્રશ્નો અને એક-એક માર્કના ટૂંકા પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ પણ અપાતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી સહેલી બનશે.
વિદ્યાર્થીઓની ચિંતા હળવી કરાશે, પરિણામ પણ ઊંચું આવશે
ધો.10 અને 12ના સમગ્ર પેપરમાં જનરલ ઓપ્શન આપી વિદ્યાર્થીઓની ચિંતા હળવી કરાશે. નિષ્ણાતોના મતે, નવી પેપર સ્ટાઈલ એકદમ સરળ હોવાને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાના પરિણામ પર પણ તેની અસર દેખાશે અને રિઝલ્ટ પણ ઊંચું આવશે. આગામી 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન ધો. 10ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે, જ્યારે ધો.12ની પરીક્ષાઓ 4થી 12 એપ્રિલ દરમિયાન યોજાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).