Home Gujarat રેકોર્ડબ્રેક વરસાદ : બોડેલીમાં 22 ઈંચ; 5700નું કરાયું સ્થળાંતર, મહિલાઓએ કહ્યું: ‘અમે...

રેકોર્ડબ્રેક વરસાદ : બોડેલીમાં 22 ઈંચ; 5700નું કરાયું સ્થળાંતર, મહિલાઓએ કહ્યું: ‘અમે રાતથી ભૂખ્યા છે, કોઈ જોવા આવ્યું નથી, અમારી મદદ કરો’!

Face Of Nation 11-07-2022 : છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બોડેલીના રજાનગરના ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ, ટીવી અને ફ્રીજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. કેટલોક સામાન તો વરસાદના પાણીમાં તણાઈ પણ ગયો છે. જેને પગલે લોકો તંત્ર પાસથી મદદથી રાહ જોઈને બેઠા છે. છોટાઉદપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 5700નું સ્થળાંતર કરાયું છે. જ્યારે 369 લોકોને રેસ્ક્યૂ કરવામં આવ્યા છે. વડોદરાથી ફાયર બ્રિગેડની 2 ટીમ બોડેલી પહોંચી ગઈ છે. આજે વરસાદ રોકાયો છે, પરંતુ અતિ ભારે વરસાદને પગલે છોટાઉદેપુર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મોટાપાયે નુકસાન થયું છે.
સરકાર અમારી મદદ કરે, 5700 લોકોનું સ્થળાંતર
સ્થાનિક મહિલા રતનાબેને જણાવ્યું હતું કે, અમારું બહુ મોટુ નુકસાન થયું છે. ખાવા-પીવાનું, કપડા સહિતની તમામ વસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ છે. અમારી એક જ માંગ છે કે, અમારી નુકસાનીની ભરપાઈ કરી કરી આપો. અન્ય એક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, દર વખતે વોટ લેવા આવી જાય છે, અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે કોઈ જોવા આવે છે? અમારું અનાજ પાણીમાં પલળી ગયું છે. અમને સુવિધા કરી આપે તેવી અમારી સરકાર સમક્ષ માંગ છે. તો બીજીતરફ છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ તાંડવ કર્યું હતું. વહેલી સવારથી વરસવાનું ચાલુ કરતાં જ સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. બોડેલીમાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 22 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમા પાણી ભરાયા હતાં. જ્યારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી. બોડેલી બાદ કવાંટમાં 17 ઈંચ, પાવીજેતપુરમાં 15 ઇંચ અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સુકીભઠ્ઠ જિલ્લાની ઓરસંગ, હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે માર્ગો તુટી જવાના કારણે વ્યવહાર બંધ થયો હતો. જ્યારે વરસાદી પાણીમાં ડૂબેલા 5700 લોકોનું સ્થળાંતર કરાયું છે.
અમારી પાસે ખાવાની કંઇ વસ્તુ નથી
સ્થાનિક મહિલા ઉર્મિલાબેને જણાવ્યું હતું કે, પાણીમાં બધી વસ્તુઓ તણાઈ ગઈ છે. અમારી પાસે ખાવાની કંઇ વસ્તુ નથી. અમે રાતના ભૂખ્યા છીએ. સરકાર અમને કંઇક સહાય કરે. અમારી પાસે અનાજ કે કપડા નથી. અમને કોઈ જોવા નથી આવ્યું. અમે નાના-નાના બાળકો સાથે રસ્તા પર આવી ગયા છીએ. અમારા બાળકો પણ ભૂખ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).