Home Uncategorized બિહારમાં થઈ મોટી દુર્ઘટના, બોયલરમાં બ્લાસ્ટ થવાથી અનેક લોકોના મોત

બિહારમાં થઈ મોટી દુર્ઘટના, બોયલરમાં બ્લાસ્ટ થવાથી અનેક લોકોના મોત

Face of Nation 26-12-2021: બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટો અકસ્માત થયો છે, બેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોદી કુરકુરે અને નૂડલ્સ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું જે બાદ 10થી વધુ લોકોના કરૂણ મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. નજીકની ફેક્ટરીઓના લોકોને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. એસપી-ડીએમ સહિત ઘણા ટોચના અધિકારીઓ સ્થળ પર પર પહોંચ્યા છે અને આશંકા છે કે મૃત્યુ આંક વધી શકે છે.

વિસ્ફોટના કારણે આસપાસની ધરતી પણ ધ્રૂજી ઉઠી હતી. જેના કારણે અહીંના લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. કેટલાક લોકો ઘરની બહાર પણ નીકળી ગયા હતા. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું
કે બોઈલર ફાટવાને કારણે ધરતી હચમચી ગઈ હતી.

નોંધનીય છે કે જે સમયે દુર્ઘટના થઈ તે બાદ પણ અનેક લોકો અંદર ફસાયા હોવાની જાણકારી સામે આવી હતી અને રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચીને આસપાસનાં લોકોને દૂર કરવાનું કામ શરૂ કર્યું હતું. લોકોએ કહ્યું કે ધમાકો એવો ભયંકર હતો કે દરવાજા અને બારીઓ પણ હલી ગઈ હતી. ઘણા બધા લોકો પોતાના પરિજનોની ચિંતાનાં કારણે ફેક્ટરીની આસપાસ પહોંચી ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).