Face Of Nation 20-06-2022 : વિશ્વ યોગ દિવસની ઉજવણી અનોખી રીતે કરવા માટે લોકો અલગ અલગ તરકીબ અજમાવતા હોય છે. ત્યારે વિશ્વ યોગ દિવસ અગાઉ જ સુરતીઓએ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પાસેથી ફિટ રહેવા માટે યોગ શીખ્યા હતાં. સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોને મલાઈકાએ મ્યૂઝિકલ યોગા શીખવ્યાં હતાં.
યોગા તન-મનને પ્રફુલ્લિત રાખે છે-મલાઈકા
યોગા વ્યક્તિના મન, શરીર અને આત્મા માટે ખૂબજ આવશ્યક છે તેમ જણાવતા મલાઈકાએ કહ્યું હતું કે, યોગ તન-મનને પ્રફુલ્લિત રાખે છે. રોજે રોજ યોગાના આસનો કરવા જોઈએ. શરીર જેટલું તંદુરસ્ત હશે તેટલું જ મન પણ મજબૂત બનશે. સકારાત્મક ઉર્જાથી ભરપૂર દિવસ પણ યોગાના કારણે પસાર થતો હોવાનું તેણીએ વધુમાં ઉમેર્યું હતું.
મલાઇકા વાઇબ્રન્ટ અને સ્વ-મહેનતથી સ્ટાર બન્યાં છે
યોગ કાર્યક્રમના આયોજક અને અવધ યુટોપિયાના ડાયરેક્ટર પ્રતિક ઉંધાડે જણાવ્યું હતું કે, મલાઇકા અરોરા વાઇબ્રન્ટ અને સ્વ-મહેનતથી સ્ટાર બન્યાં છે. જેઓ હંમેશાથી ફિટનેસને પ્રોત્સાહન આપતાં રહ્યાં છે. તેઓ યોગ દ્વારા વેલનેશનું મહત્વ દર્શાવતા રહ્યા છે, જે વ્યક્તિના મન, શરીર અને આત્મા માટે ખૂબજ આવશ્યક છે. સકારાત્મક જીવનશૈલીની ઉજવણી કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).