Home Uncategorized કંઘારમાં આવેલ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 32 લોકોના ઘટના સ્થળે મોત 40થી વધુ...

કંઘારમાં આવેલ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 32 લોકોના ઘટના સ્થળે મોત 40થી વધુ ઘાયલ

Face Of Nation, 15-10-2021: દક્ષિણ અફઘાનિસ્ચતાનના કંધારમાં આવેલ શિયા મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમા 32 લોકોના મોત થયા છે. સાથેજ 40 કરતા પણ વધારો લોકો આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મસ્જિદમાં લોકો નમાજ પડી રહ્યા હતા તે સમયે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે 32 લોકોના મોત થયા છે.

આપને જણાવી દઈએ રે અગાઉ પણ થોડક દિવસ પહેલા મસ્જિદમાં હુમલો થયો હતો. ત્યારે વધુમાં ફરી વખત અહીયા મસ્જિદમાં હુમલો થયો છે. જેના કારણે અહીયાના લોકો હવે ભયમાં જીવી રહ્યા છે. સમગ્ર મામલે તાલિબાન પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોકે વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે હજું સુધી સામે નથી આવી શક્યું, .

બ્લાસ્ટ સમયે મોટી સખ્યામાં લોકો અહીયા નમાજ પડી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે મસ્જિદમાં ખાસ કરીને શિયા અલ્પસંખ્યક સમુદાયના સદસ્યમાં આવે છે. જેમને આઈએસ દ્વારા ટાર્ગેટ કરવામાં આતા હોય છે. ગત વખતે જ્યારે મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે તે ઘટનામાં પણ 100 લોકોના મોત થયા હતા.

ગત શુક્રવારે કુંદજની એક મસ્જિદમાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો. જેમા 100 થી વધું લોકો માર્યા ગયા હતા. જેને લઈને ભારતે આ ઘટનાની નીંદા કરી હતી. તે પહેલા 3 ઓક્ટોબરના રોજ કાબુલની એક મસ્જિદમાં પણ બ્લાસ્ટ થયો હતો. જેમા 5 લોકોના મોત થયા હતા.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)