Home World બ્રિટિશ પ્રધાનમંત્રીએ વિશ્વાસ મત જીત્યો; બોરિસ જોનસન પ્રધાનમંત્રીપદે યથાવત્ રહેશે, 359માંથી 211...

બ્રિટિશ પ્રધાનમંત્રીએ વિશ્વાસ મત જીત્યો; બોરિસ જોનસન પ્રધાનમંત્રીપદે યથાવત્ રહેશે, 359માંથી 211 સાંસદે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો!

Face Of Nation 07-06-2022 : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને વિશ્વાસ મત જીત્યો હતો. અવિશ્વાસની દરખાસ્તનો તેમનો ચુકાદો કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો લાવ્યા હતા. બોરિસ જોનસનને તેના 59 ટકા ધારાસભ્યનું સમર્થન મેળવ્યું છે. કુલ 359 સાંસદમાંથી તેમને 211 સાંસદના મત મળ્યા હતા.
જોનસન સામે અવિશ્વાસ પ્રસ્તાવ શા માટે આવ્યો?
બોરિસ જોનસને આ વર્ષનો મોટા ભાગનો સમય કોવિડ લોકડાઉન અને વિપક્ષના હુમલા દરમિયાન પોતાની સરકારનો બચાવ કરવામાં પસાર થયો હતો. પાર્ટીગેટ કાંડને લઈને તેમની સરકાર લાંબા સમયથી દબાણમાં હતી. કોરોનાના કડક પ્રતિબંધો વચ્ચે પણ તેમણે અને તેમના સ્ટાફે પ્રધાનમંત્રીના નિવાસસ્થાન, 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એવી અનેક પાર્ટીઓનું આયોજન કર્યું હતું, જેમાં તેઓ કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતા હતા. આ માટે પોલીસે તેને દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત તેમની પાર્ટીના ઘણા સાંસદો સરકારની એ વાત બાબતે નારાજ હતા, તેઓ સરકારની વિવાદાસ્પદ નીતિઓનો બચાવ કરતા હતા અને સરકાર પાછળથી નીતિઓમાં ફેરફાર કરતી હતી. આ કારણોસર પાર્ટીના સાંસદ જોનસનને અસરકારક નેતા તરીકે જોઈ શકતા નહોતા. તો બીજીતરફ અવિશ્વાસ પ્રસ્તાવ પછી તેમના ઉત્તરાધિકારીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. મીડિયામાં ચર્ચા હતી કે જો બોરિસની ખુરશી જશે તો તેમના નજીકના ચાર નેતામાંથી એક પ્રધાનમંત્રી બની શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).