Face Of Nation 03-05-2022 : રાજસ્થાનના ભીલવાડા શહેરમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. અહીં એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબીને 2 સગા ભાઈઓના મોત થયા છે. બંને બાળકો પોતાના ફોઈના ત્યાં લગ્નમાં સામેલ થવા આવ્યા હતા. પરિવારજનો એટલા અંધવિશ્વાસુ હતા કે તેમણે બંને બાળકોના મૃતદેહને મીઠામાં દબાવી દીધા. તેમનું કહેવું હતું કે ડૂબનારાને મીઠામાં દબાવીને રાખવાથી તેઓ જીવીત થઈ જાય છે. કલાકો સુધી મીઠામાં મૃતદેહો દબાવી રાખ્યા પણ બાળકો જીવીત ન થયા.
બંને રમતા-રમતા જ પૂલમાં પડ્યાં
પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાછોલાના રહેવાસી અમિત કાષ્ટના બે દીકરાઓ 7 વર્ષીય અરનવ અને 5 વર્ષીય અહાન રવિવારે હરણી મહાદેવ સ્થિત ધ પોમ રિસોર્ટમાં આવ્યા હતા. ત્યાં તેમના ફોઈના ઘરે લગ્ન હતા. દરેક લોકો લગ્નમાં વ્યસ્ત હતા. તેટલામાં બંને માસૂમ ભાઈઓ રમતા-રમતા રિસોર્ટ પરિસરમાં બનેલા સ્વિમિંગ પૂલ તરફ જતા રહ્યા. કહેવામાં આવી રહ્યું છે બંને રમતા-રમતા જ પૂલમાં પડી ગયા હતા. લાંબા સમય બાદ પરિવારજનોને બાળકો યાદ આવ્યા અને શોધવાનું શરુ કર્યું. સ્વિમિંગ પૂલથી બંને નીકાળીને એમજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.
‘મીઠામાં દબાવી રાખવાથી બાળકો જીવતા થશે’
બંને માસૂમ બાળકોના મૃતદેહોને પરિવારે આશરે કલાક સુધી મીઠામાં દબાવીને રાખ્યા હતા. લોકો કહી રહ્યા હતા કે મીઠામાં દબાવી રાખવાથી બાળકો જીવતા થઈ જશે. આ વાતને લઈને પોલીસ અને પરિવારજનો વચ્ચે લાંબા સમય સુધી ઉગ્ર ચર્ચા પણ ચાલી હતી. પોલીસ દ્વારા ઘણુ સમજાવ્યા બાદ મામલો શાંત થયો અને સૂચના મળતાની સાથે જ DSP સહિત અન્ય અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો; સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી બંને ભાઈઓએ ગુમાવ્યો જીવ; અંધવિશ્વાસુ...