Home Gujarat સોસાયટીના કોમન પ્લોટના બાથરૂમને દારૂનું બનાવ્યું ગોડાઉન; અમદાવાદ રામોલમાં બાથરૂમમાં સંતાડેલો 816...

સોસાયટીના કોમન પ્લોટના બાથરૂમને દારૂનું બનાવ્યું ગોડાઉન; અમદાવાદ રામોલમાં બાથરૂમમાં સંતાડેલો 816 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, 3 લોકો ધરપકડ!

Face Of Nation 07-06-2022 : ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહ્યો છે. અનેક વખત દારૂનો મોટો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. ત્યારે અમદાવાદમાં સ્થાનિક પોલીસના નાક નીચે PCBએ સપાટો બોલાવ્યો છે. PCBએ શહેરના રામોલ વિસ્તારમાં દરોડો પાડીને 800થી વધુ દારૂની બોટલ પકડી પાડી છે. સોસાયટીના મેદાનમાં રહેલા બાથરૂમમાં બુટલેગરે દારૂ સંતાડ્યો હતો. PCBને એવી શંકા છે કે આમાં સ્થાનિક પોલીસની ક્યાંક મિલીભગત હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
PCBને 800થી વધુ દારૂની બોટલ મળી
અમદાવાદ પોલીસ કમિશ્નરના તાબા હેઠળ આવેલી PCB બ્રાન્ચે રામોલ વિસ્તારની એક સોસાયટીના મેદાનમાં બંધ બાથરૂમમાંથી દારૂનો મોટો જથ્થો એટલે કે દારૂનું રીતસરનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. PCBને બાતમી મળી હતી કે, રામોલ વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે નજીકની સોસાયટીમાં લિસ્ટેડ બુટલેગરે દારૂનો સ્ટોક ભેગો કર્યો છે. બાતમીને આધારે દરોડો પાડતાં PCBને 800થી વધુ દારૂની બોટલ મળી હતી.
દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા PCBએ રેડ કરી
PCBને શંકા છે કે આ દારૂ વિનોદ સિંધી અને સરદારનગરના સાવન પાસેથી દારૂ કટીંગ કરાયો હશે. હવે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. એક્સપ્રેસ હાઇવે નજીક આવેલી તુલસી પાર્ક સોસાયટીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા PCBએ રેડ કરી હતી. જ્યાં અંગ્રેજી દારૂની 816 બોટલ મળી આવી હતી. સોસાયટીના કમિટી મેમ્બરમાં રહેલા લોકો કોમન પ્લોટના બાથરૂમમાં જ દારૂ સંતાડતા હતા એક પછી એક દારૂનો ઢગલો થવા માંડ્યો હોવાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં દારૂ ઘુસાડાય છે
પોલીસે આ પ્રકરણમાં ઉપેન્દ્ર ઉર્ફે ટીનો હરીશભાઇ મહેતા, મધુસુદન અને પીન્ટુ રાઠોડની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમા રાજસ્થાનનો મહારાજ વોન્ટેડ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિનોદ સિંધી નામનો બુટલેગર રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં દારૂ ગુજરાતમાં ઘુસાડે છે. ત્યાંથી આવેલા દારૂનો સરદારનગરમાં સોનુ શિયા અને હવે સાવન અમદાવાદ શહેરમાં સપ્લાય કરે છે. હવે PCB આ બધાની સામે પુરાવા એકત્ર કરવા માટે પ્રયાસ કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).