Face Of Nation 22-03-2022 : અમદાવાદ જિલ્લાના બાવળા ગામ નજીક રૂપિયા 250 કરોડનાં ખર્ચે બ્રહ્મસમાજ દ્વારા દુર્ગાધામ બનવા જઈ રહ્યું છે. જેનું 27મી માર્ચે ભૂમિપૂજન હોય ગુજરાત ભરમાંથી હજારો ભૂદેવ આ કાર્યક્રમમાં આવી પહોંચશે. દુર્ગાધામ વિશે જણાવતા દુર્ગાધામનાં પ્રણેતા એવા ભાવેશ રાજ્યગુરુએ કહ્યું છે કે, દુર્ગાધામ એક બ્રહ્મનગરી બનશે. 300 વીઘાની વિશાળ જગ્યા પર માત્ર મંદિર જ 31 કરોડના ખર્ચે બનશે અને એક મોટા શહેરની અંદર સુવિધા હોય એવી બધી જ સુવિધાઓ સાથે રૂપિયા 250 કરોડના ખર્ચે દુર્ગાધામ બનવા જઈ રહ્યું છે.
ગુજરાતભરના બ્રહ્મ સમાજને આમંત્રણ
10 હજાર મહિલાઓ માટે રોજગારી પણ ઉભી કરવામાં આવશે. આવું ઘણું બધું દુર્ગાધામમાં બનવા જઈ રહ્યું છે, જે માત્ર અને માત્ર બ્રહ્મસમાજ માટે હશે. ત્યારે આવા વિશાળ કામને વધાવી લેવા માટે 27મી માર્ચે ગુજરાતભરના ભૂદેવોને પધારવા માટે દુર્ગાધામના પ્રણેતા ભાવેશ રાજ્યગુરુ, ટ્રસ્ટી ભૂષણ વૈષ્ણવ, અશ્વિન ઠાકર, નીરજ દવે દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
યુવાનોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે
ગુજરાતનાં દરેક જિલ્લા અને તાલુકા લેવલે સંગઠનનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે મકાનોનાં ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સૌથી સસ્તા ભાવે 1008 મકાનો સાથે બ્રાહ્મણ પરિવારો માટે ઋષિપુત્રધામ બનવા જઈ રહ્યું છે. એવી જ રીતે સમાજની દીકરી સમાજમાં જ રહે એ માટે દર મહિનાનાં એક રવિવારે પસંદગી મેળો, યજ્ઞો પવિત અને દીકરા-દીકરીઓ માટે એક પણ રૂપિયાની આશા રાખ્યા વગર IAS, IPS, UPSC, GPSC ટ્રેનિંગ સેન્ટર પણ બનાવાશે, જેમાં યુવાનોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion બાવળા ગામ પાસે રૂ.250 કરોડનાં ખર્ચે બ્રહ્મસમાજ દ્વારા ‘દુર્ગાધામ’ બનશે, 27મી માર્ચે...