Face of Nation 07-01-2022: કોરોનાની રોકેટ ગતિથી ગુજરાત માં વધી રહેલા કોરોનાને જોતા વિવિધ અંકુશો મૂકાઈ રહ્યાં છે. આવામાં ગુજરાત હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોરોનાના કેસ વધતા ચીફ જસ્ટિસનો નિર્ણય લીધો કે, સોમવારથી રાજ્યની વડી અદાલત ઓનલાઇન રહેશે. સોમવારથી ફિઝિકલ કોર્ટ બંધ થશે. હવે વર્ચ્યઅલ સુનાવણી થશે. રાજ્યમાં વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે. ગુજરાત હાઈકોર્ટમાં વકીલોએ પણ અરજીની કોપી બહાર ટેબલ જ મુકવાની રહેશે. બે દિવસ સમગ્ર હાઇકોર્ટ પરિસરને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામા આવશે. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશને આ સમગ્ર મુદ્દે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરી હતી.
ગત કાલે ચીફ જસ્ટિસએ કોર્ટ પરિસરની ઓચિંતી મુલાકાત લીધી હતી. કોર્ટ સ્ટાફની બેદરકારી પર ચીફ જસ્ટિસે ટકોર પણ કરી હતી. સરકારી અધિકારિઓને કોર્ટમાં પ્રવેશ આપતા કોર્ટ સ્ટાફનો ચીફ જસ્ટિસે ઉધડો લીધો હતો. કોરોનાના કેસ વધતા ચીફ જસ્ટિસનો નિર્ણય લીધો કે, સોમવારથી રાજ્યની વડી અદાલત ઓનલાઇન રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યાં છે. પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ માત્ર વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે.
આ પહેલા પણ કોરોના મહામારીને પગલે ગુજરાત હાઈકોર્ટમાં વરચ્યુઅલ હિયરિંગ કરાયુ હતું. મહિનાઓ સુધી કોર્ટ બંધ રાખવામા આવી હતી. ત્યારે ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતિને જોતા હાઈકોર્ટે નિર્ણય લીધા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).