ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 13-04-2020 : 24 માર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેઓએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જે આવતીકાલે એટલે કે, 14-04-2020ના રોજ રાત્રે 12 કલાકે પુરા થશે. જેથી આવતીકાલે સાંજે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધન કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરીને કેટલીક શરતો સાથે લોકડાઉન વધારવા અંગેની જાહેરાત કરશે.
22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. જેનું દેશના તમામ લોકોએ પાલન કર્યું હતું. કોરોનાની મહામારી સામે લડવા લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જેને લઈને 24 માર્ચે ફરીથી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરીને 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.
નરેન્દ્ર મોદીએ આગાઉ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પણ લોકડાઉન લંબાશે તેવા અણસાર આપ્યા છે. જો કે કેટલાક રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉનમાં વધારો કરવાની જાહેરાત પણ કરી દીધી છે. હજુ કોરોનાના કેસો કાબુમાં આવી રહ્યા નથી. દિવસે દિવસે આ રોગના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને લોકોમાં આ રોગ ફેલાઈ રહ્યો છે. તેવામાં લોકડાઉન સંપૂર્ણ રીતે ખોલી નાખવું હાલની પરિસ્થિતિએ યોગ્ય જણાતું નથી. જેને લઈને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને સવારે 10 વાગે સંબોધન કરશે. સાથે જ લોકડાઉનમાં વધારો કરવાની જાહેરાત કરે તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસો વધ્યા છે. અત્યાર સુધી દેશમાં કુલ 9240 કેસ નોંધાયા છે. જેમાંથી 7812 હાલ સારવાર હેઠળ છે. 332 લોકોના મોત નિપજ્યા છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર મોખરે છે. જ્યાં 1982 કેસ નોંધાયા છે. દિલ્હીમાં 1154 કેસ નોંધાયા છે. તમિલનાડુમાં 1075 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 815 કેસ નોંધાયા છે. સાથે જ મધ્યપ્રદેશ, તેલંગણા અને ગુજરાતે કોરોનાના કેસોમાં 500નો આંકડો વટાવી દીધો છે. જેને લઈને હજુ લોકડાઉન વધારવું પડે તેવી પરિસ્થિતિ છે.
જો લોકડાઉન ખોલવામાં આવશે તો આ ચેપમાં ફરીથી વધારો થાય તેવી પુરેપુરી શક્યતાઓ છે. બીજી બાજુ હજુ સુધી આ રોગના ફેલાવાની ચેઇન તૂટી શકી નથી. જેથી નરેન્દ્ર મોદી દ્વારા આગામી સમયમાં લોકડાઉન કેટલીક શરતો આધીન વધારવું પડે તેવી સ્થિતિ છે. કેટલાક શહેરોમાં કર્ફ્યુ પણ લાદી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોરોના : કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં કાલુપુર પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ