Face Of Nation, 22-08-2021: ભારતીય વાયુસેનાના C-17 વિમાને આજે સવારે અફઘાનિસ્તાનના કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તે ભારતીયોએ રાહતના શ્વાસ લીધા છે. મહત્વનું છે કે હિંડન પર ઉતરેલા આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો સહિત 168 લોકો સવાર હતા.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ખરાબ થતી સ્થિતિને જોતા બધા દેશ પોત-પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં લાગેલા છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ભારતને દરરોજ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે કાબુલ એરપોર્ટથી બે ભારતીય વિમાનોને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવશે. 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજા બાદ કાબુલના હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને નિયંત્રણની જવાબદારી અમેરિકી અને ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) દળોને આપવામાં આવી છે. તેના દ્વારા કુલ 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે, કારણ કે તે વર્તમાનમાં પોતાના નાગરિકો, હથિયારો અને ઉપકરણોને કાઢવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)