Face Of Nation 24-02-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને પગલે ભારતીય શેરબજારોમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 2000 પોઇન્ટથી વધુ ઘટી 55297 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 575 અંક ઘટી 16487 પર કારોબાર કરી રહ્યો છે. રશિયાએ યુક્રેનની વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ 99.75 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા છે. આ એનો 8 વર્ષનો રેકોર્ડ છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં તેના ભાવ 120 ડોલર સુધી જઈ શકે છે. એને પગલે પેટ્રોલ-ડીઝલ 20 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.
બેન્કના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, SBI, ટાટા સ્ટીલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 5.33 ટકા ઘટી 1338.65 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 5.57 ટકા ઘટી 665.00 પર કારોબાર કરી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).