Home News ‘એકતરફી પ્રેમ’: કન્યા વરમાળા પહેરાવીને રૂમમાં પહોંચી ત્યારે અચાનક રોમિયોએ દુલ્હનની આંખમાં...

‘એકતરફી પ્રેમ’: કન્યા વરમાળા પહેરાવીને રૂમમાં પહોંચી ત્યારે અચાનક રોમિયોએ દુલ્હનની આંખમાં મારી ગોળી, ઘટના સ્થળે જ દુલ્હનનું થયું મોત!

Face Of Nation 29-04-2022 : યુપીના મથુરામાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક રોમીયોએ દુલ્હનની ગોળી મારીને હત્યા કરી છે. તે તેને એકતરફી પ્રેમ કરતો હતો. ઘટના તે સમયે બની જ્યારે કન્યા વરને વરમાળા પહેરાવીને રૂમમાં બેઠી હતી, ત્યારે અચાનક પ્રેમી ત્યા આવી ગયો હતો. તેણે પિસ્તોલ વડે કન્યાને સીધી આંખમાં ગોળી મારી દીધી હતી. તો બીજીતરફ ઘટના નૌહઝીલ વિસ્તારના મુબારિકપુર ગામની છે. ખુબીરામ પ્રજાપતિની પુત્રી કાજલના ગુરૂવારે લગ્ન હતા. જાન નોઈડાથી આવી હતી. રાત્રીના એક વાગ્યે વરમાળા વિધિ કરાઈ હતી. કાજલે વરરાજાને વરમાળા પહેરાવી. સ્ટેજ પર પણ ખૂબ હસા-મજાક થઈ. આ પછી, દુલ્હનને તેની બહેન અને સખીઓ રૂમમાં પરત લઈ ગઈ હતી.
જાન પર પથ્થર ફેંક્યો, પછી દુલ્હનને ગોળી મારી
દુલ્હન જેવી તેના રૂમમાં ગઈ. ત્યારે બે-ત્રણ યુવકોએ સ્થળ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. દુલ્હનના પિતા ખુબીરામે જણાવ્યું કે પાડોશમાં રહેતા અનીશનો ભાઈ અને બે મિત્રો પથ્થરમારો કરી રહ્યા હતા. પરિવારજનો આ યુવકોની પાછળ દોડી આવતાં જ હોબાળો મચી ગયો હતો. ફાયરિંગનો અવાજ સાંભળીને દુલ્હનની સાથે રહેલા લોકો રૂમમાંથી બહાર આવ્યા. ત્યારપછી પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલો અનીશ દુલ્હનના રૂમમાં પહોંચી ગયો હતો. ત્યાં તે કાજલની આંખમાં ગોળી મારીને ત્યાંથી ભાગી ગયો હતો. ગોળીનો અવાજ સાંભળીને બધા જ્યારે રૂમમાં પહોંચ્યા તો લોહીથી લથપથ કાજલ જમીન પર પડેલી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ કાજલ પિતાના ખોળામાં જ મોતને ભેટી હતી.
કાજલને એકતરફી પ્રેમ કરતો હતો : અનીશ
દુલ્હનના પિતા ખુબીરામે જણાવ્યું કે અનીશ કાજલને હેરાન કરતો હતો. તે કાજલને એકતરફી પ્રેમ કરતો હતો, પણ કાજલ તેને પસંગ કરતી નહોતી. અમે તેનાથી કંટાળીને કાજલને 4 મહિના પહેલા પલવલમાં તેની માસીના ઘરે મોકલી હતી, જ્યારે તેના લગ્ન નક્કી થયા હતા ત્યારે તેને 4 દિવસ પહેલા મથુરા બોલાવી હતી. 24મી એપ્રિલે તે મથુરા પરત ફરી હતી. લગ્ન 28મી એપ્રિલના રોજ હતા. કાજલ બીએસસીનો અભ્યાસ કરતી હતી.
વરરાજાને પણ ગોળી મારી દેવાની ધમકી આપી હતી
ઘટના પહેલા અનીશે વરરાજા મુન્નાલાલને પણ ધમકી આપી હતી. જે ગામમાં જાન રોકાઈ હતી ત્યાં અનીશ પહોંચી ગયો હતો. તેણે વરરાજાને પણ ધમકી આપી હતી કે જો તે કાજલની સાથે સાત ફેરા લેશે તો તે તેને ગોળી મારી દેશે. જો કે, તે સમયે ગામના લોકોએ તેને ભગાડી દીધો હતો.
ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો
પિતા ખુબીરામે અનીશ પુત્ર હરલાલ, કપિલ પુત્ર હરલાલ, સંજુ પુત્ર સુરેશ અને પંકુ પુત્ર રમેશ સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. હાલ ચારેય આરોપીઓ ફરાર છે. કાજલ 5 ભાઈ બહેનમાં સૌથી મોટી હતી. પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. મોટી દીકરીની હત્યાથી વ્યથિત ખુબીરામ હવે ન્યાયની માંગ કરી રહ્યો છે.
પ્રેમનો અસ્વીકાર કર્યા પછી અનીશ પાગલ થઈ ગયો
ગામના લોકોએ જણાવ્યું કે જ્યારે કાજલે અનીશના લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દીધો તો તે પાગલ થઈ ગયો. અનીશ કાજલના ઘરથી લગભગ 400 મીટર જ દૂર રહે છે. ઘટના બાદ ગામમાં તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાજલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).