Home Crime 3 વર્ષ બાદ ‘મોસ્ટ વોન્ટેડ કિલર’ ઝડપાયો; પોતે આર્મી ઓફિસર ગણાવી 50થી...

3 વર્ષ બાદ ‘મોસ્ટ વોન્ટેડ કિલર’ ઝડપાયો; પોતે આર્મી ઓફિસર ગણાવી 50થી વધુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી બાંધ્યા શારીરિક સંબંધો!

Face Of Nation 09-04-2022 : રાજસ્થાનના જયપુરમાં થોડા મહિના પહેલા લિવ-ઈન રિલેશનશીપમાં રહેનારી એક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. તેનો આરોપી પોલીસે પકડી પાડ્યો છે. આ સમયગાળા દરમિયાન આરોપીએ અન્ય એક યુવતીની પણ હત્યા કરી દીધી અને તેનો મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો. પોલીસ આ માસ્ટરમાઈન્ડ આરોપીને ત્રણ વર્ષથી શોધી રહી હતી. ધરપકડ બાદ આરોપીએ જણાવ્યું કે, તેણે 50થી વધુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શારીરીક સંબંધો બનાવ્યા હતા. ડીસીપી ઋચા તોમરે જણાવ્યું કે હત્યાના કેસમાં કરધની પોલીસે આરોપી વિક્રમ ઉર્ફે બૈરવા ઉર્ફે પિન્ટુની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપી પાસેથી હત્યા, ગેંગરેપ સહિત ઘણા કેસો વિશે ખુલાસા થયા છે.
પ્રેમિકાએ કહ્યું ન માન્યું તો મોતને ઘાટ ઉતારી
પોલીસે જણાવ્યું કે 23 ફેબ્રુઆરીએ આર્મીનગર સ્થિત એક મકાનમાં એક યુવતીનો મૃતદેહ બેડ પર પડેલો પ્રાપ્ત થયો હતો. છેલ્લા કેટલાક સમયથી તેની સાથે લિવ-ઈનમાં રહેનારો વિક્રમ ફરાર હતો. FSL તપાસમાં માલૂમ પડ્યું કે યુવતીની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી છે. રોશનીની હત્યા મામલે આરોપી સાથે પુછપરછ કરવા પર માલૂમ પડ્યું કે તે યુવતીને જયપુરમાં એક હોટલમાં મળ્યો હતો. તેણે ઓટો ડ્રાઈવર પાસેથી એક યુવતીની ડિમાન્ડ કરી હતી. બંને અનેક રાતો સાથે રહ્યા બાદ જીંદગી સાથે વીતાવવાની કસમો લીધી. ત્યાર બાદ બંને જયપુરમાં એક રુમ ભાડે રાખીને રહેવા લાગ્યા. રોશની સ્પા સેન્ટર અને હોટલોમાં જતી હતી. વિક્રમે આમ કરવાની તેને ના પાડી છતા રોશનીએ એ કાર્ય ચાલુ રાખતા તકીયા વડે ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).