Home Politics નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે જમ્મુ અને કાશ્મીરનું 2022-23નું બજેટ રજૂ કરશે, સત્રમાં...

નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે જમ્મુ અને કાશ્મીરનું 2022-23નું બજેટ રજૂ કરશે, સત્રમાં હોબાળો થવાની સંભાવના

Face Of Nation 13-03-2022 : સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવાર, 14 માર્ચથી શરૂ થશે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. બજેટરી દરખાસ્તો માટે સંસદની મંજૂરી લેવી અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે બજેટ રજૂ કરવું એ સરકારના એજન્ડામાં ટોચ પર છે. લંચ પછીની કાર્યવાહી દરમિયાન ગૃહમાં આ અંગે ચર્ચા કરાશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી 2022ના રોજ સમાપ્ત થયો હતો. બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષ વધતી બેરોજગારી, કર્મચારી ભવિષ્ય નિધિના વ્યાજ દરમાં ઘટાડો અને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. બજેટ સત્રના પ્રથમ તબક્કામાં 29 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે અલગ-અલગ શિફ્ટમાં ચલાવવામાં આવી હતી.
લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી એકસાથે ચાલશે
આ વખતે કોવિડ-19 સંબંધિત પરિસ્થિતિમાં સુધારાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી એકસાથે ચાલશે. સંસદના સત્રનો બીજો તબક્કો એવા સમયે શરૂ થઈ રહ્યો છે જ્યારે થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપે અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી.
કોંગ્રેસ સંસદીય રણનીતિ સમિતિની બેઠક
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના નિવાસસ્થાને કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી અને બજેટ સત્ર દરમિયાન સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો સાથે સંકલનમાં કામ કરવાનો નિર્ણય કર્યો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે અમે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે સત્ર દરમિયાન જાહેર હિતના મહત્વના મુદ્દા ઉઠાવવા માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે સંકલનમાં કામ કરીશું.
કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાનો મુદ્દો, મોંઘવારી, બેરોજગારી, કામદારોનો મુદ્દો, ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ વગેરે મુદ્દાઓ આ સત્રમાં ઉઠાવવામાં આવશે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને શનિવારે EPF પર વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવાનો નિર્ણય લીધો છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા અંગે વિરોધ પક્ષો સરકાર પાસેથી નિવેદનની માગ કરે તેવી શક્યતા છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).