પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનું અને તમાંકુ પણ મોંઘું થયુ છે.
Face Of Nation:નિર્મલા સીતારમણ રજૂ કરી રહેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને હવે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થશે. પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે.
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનું અને તમાંકુ પણ મોંઘું થયુ છે. સોના પર ટેક્સ વધારીને 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે. તમાકુ પર પણ વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો છે.