નાણા મંત્રી સીતારમણે કહ્યું કે પહેલાં જે ઘર બાંધવામાં 340 દિવસનો સમય થતો હતો તે 114 દિવસમાં તૈયાર થઈ જાય છે.
Face Of Nation:મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ 1.95 ગરીબોને ઘરની ભેટ આપી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર આ ઘર આગામી 114 દિવસમાં તૈયાર કરી આપશે. હવે મકાન બાંધવાનો સમય ઘટ્યો છે. પહેલાં જે મકાન બાંધવામાં 340 દિવસ લાગતા હતા તે હવે 114 દિવસમાં તૈયાર થઈ જાય છે.
સીતારમણે જણાવ્યુ હતું કે સરકાર ગ્રામીણ વિસ્તારમાં વર્ષ 2022 સુધીમાં 1.95 કરોડ ઘર બાંધશે અને તમામ ઘરોમાં વીજળી અને શૌચાલયની સુવિધા પમ અપાશે. તેમણે કહ્યું કે વર્ષ 2024 સુધીમાં દેશના ગરેક ગરીબને ઘર, દરેક ગ્રામીણને વીજળી અને ગેસની સુવિધા ઉપલબ્ધ કરાશે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટમાં ભાડૂઆતો માટે ખુશખબર આપી છે. નાણા મંત્રીએ બજેટ પ્રસ્તુત કરતા જણાવ્યું હતું કે દેશમાં ભાડૂઆત અને મકાન માલિકના સંબંધોની નવી વ્યાખ્યા ઘડાશે તેમજ દેશમાં યુનિફોર્મ રેન્ટલ કાયદો ઘડાશે.
નવા કાયદામાં મકાન માલિક અને ભાડૂઆતના નાણાકીય સંબંધો, અધિકારોને નવેસરથી દર્શાવાશે. જેના કારણે મકાન માલિકો મનફાવે તેમ ભાડા નહીં વધારી શકે. આ કાયદામાં મકાન માલિકના અધિકારોનું પણ ધ્યાન રખાશે.