Home Religion બુધ ગ્રહના કર્ક રાશિમાં પરિભ્રમણથી,વેપાર-વ્યવસાયના વ્યવહારો વધશે,તો કઈ રાશિને થશે લાભ અને...

બુધ ગ્રહના કર્ક રાશિમાં પરિભ્રમણથી,વેપાર-વ્યવસાયના વ્યવહારો વધશે,તો કઈ રાશિને થશે લાભ અને હાનિ?

બુધ ગ્રહ 20 જૂનથી કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે

Face Of Nation:ગ્રહ ગોચર પરિભ્રમણમાં યુવારાજ-બુધ ગ્રહ 20 જૂનથી (જળ રાશિમાં) કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ, પ્રદ્યુમન ભટ્ટ તથા પૂર્વીબેન જોશીના જણાવ્યા મુજબ ગ્રહ મંડળમાં લગભગ સૂર્ય શુક્રની આસપાસ અવિરત ફરતો હોય છે.

બુધ ગ્રહની વિશેષ ખાસિયત એ છે કે જે ગ્રહ સાથે રહે તેવા ગુણધર્મ પ્રાપ્ત કરે છે. તેનું મૂળભૂત કારકત્વ વેપાર-વ્યવસાય, લેખન, વાંચન, કૌશલ્ય, બુદ્ધિશક્તિ, વાચાળ, વણિક ગ્રહની ગણના થાય છે. આ પરિભ્રમણથી વેપાર-વ્યવસાયમાં વ્યવહારો વધશે. રોકડ વ્યવહાર સાથે ચેક અને ઉઘરાણી ઉપર ધંધો લોકોની ખરીદશક્તિ વધશે. ઊંચી કિંમતે ઊંચી માગ બની રહે તેવી શક્યતા છે.

આ ઉપરાંત હાલમાં વૃષભ રાશિમાં શુક્ર સ્વગૃહી ચાલતો હોવાથી તેનાથી ત્રીજે બુધનું ભ્રમણ સોના-ચાંદી, આભૂષણ નવા વાહનની ખરીદી, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ તેમજ બાળકોના સ્કૂલ-કોલેજનાં ચોપડા, નોટબુક, પેન, પેન્સિલ સાથે તમામ સ્ટેશનના ધંધામાં તેજીના વાળો બને. ભારત દેશની કુંડળીમાં ત્રીજા સ્થાને બુધ પરિભ્રમણ થવાથી વાહન વ્યવહાર દ્વારા વિશિષ્ટ મહાનુભાવો, સંતો-મહંતોની અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી.

તા. 22 જૂનથી આદ્રા, સંયોગી નક્ષત્રમાં પ્રવેશ થવાથી વરસાદની વિધિવત શરૂઆત થાય. વરસાદ ખૂબ જ સારો આવશે. જગતના તાતની મૂંઝવણ દૂર થશે. ખેતીવિષયક શુભ સમાચાર મળશે. સરકારી મોટા અમલદારોની ટ્રાન્સફર યોગ બની રહ્યા છે. તેમજ તેમનો પગાર વધારો, પ્રમોશન આપવામાં આવી શકે છે. નવી-નવી સરકારી ખાતામાં ભરતી થશે. યુવા ઉમેદવારો માટે અવકાશ બની રહશે.

ચંદ્ર રાશિથી આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને કેવું ફળ આપશે તે જોઈએ.
1.
મેષ રાશિ (અ,લ,ઈ): આવક પહેલા કરતા વધતી જણાય, છતાં હાથ ઉપર પૈસા રહેશે નહીં. સર્વપ્રકારે સુખમય સમય છે.

2.
વૃષભ રાશિ (બ,વ,ઊ): આરોગ્ય માટે વિશેષ કાળજી રાખવી પડશે. ઊંધની સમસ્યા રહેશે. નજીકના સ્વજનનુ દેહાંત થઈ શકે છે.

3.
મિથુન રાશિ( ક,છ,ઘ): ઉદ્દવેગ, અશાંતિ, અજંપો સતત રહ્યા કરે. ઊંઘની સમસ્યા વધુ રહેશે. માનસિક બીમારી કદાચ આવી શકે છે.

4.
કર્ક રાશિ (હ,ડ): લગ્નજીવનમાં વાદ વિવાદ વકરે તે માટે સાવધાની રાખવી. અણધાર્યા ખર્ચા આવી શકે છે.

5.
સિંહ રાશિ (મ,ટ): ઘણા લાંબા સમયથી ગૂંચવાયેલા કામો પૂરા થશે. નવા-નવા કામની શુભ તક મળશે. આર્થિક રીતે શુભ સમય છે.

6.
કન્યા રાશિ (પ,ઢ,ણ) : માનસિક ચિંતા રહેશે. સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા રહેશે. માંગલિક કાર્યોમાં માન-સન્માન મળશે.

7.
તુલા રાશિ (ર,ત) : પ્રેમ પ્રસંગના બનાવો બનશે. નવા લોકો સાથેની મુલાકાતથી નવી નોકરી-ધંધાની શુભ તક મળી શકે છે.

8.
વૃશ્ચિક રાશિ (ન,ય) : એકંદરે શુભ સમય છતાં ધાર્યો કામો ન થાય. યશની કલગી મળ્યા કરે.

9.
ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) : વજન વધી શકે છે. ડાયાબિટીસ માટે સતત કાળજી રાખવી. કુટુંબમાં અશુભ બનાવ બની શકે છે.

10.
મકર રાશિ (ખ,જ) : નાણાભીડ સતત રહ્યા કર્યા કરે, ચેક બેંકમાંથી રિટર્ન થઈ શકે છે. ઉઘરાણી ફસાય. કોર્ટ-કચેરીમાં ફસાઈ શકો છો.

11.
કુંભ રાશિ(ગ,સ,શ) : નોકરી-ધંધામાં શુભ પરિવર્તન આવશે. બચતો વધશે. જૂના મિત્રો મળશે.

12.
મીન રાશિ (દ,ચ,ઝ,થ) : અપેક્ષિત કામો નહીં થાય. સગા-સંબંધી દ્વારા માનસિક ચિંતા હળવી થશે.