ફેસ ઓફ નેશન વિશેષ અહેવાલ, 30-03-2020 : સમગ્ર ગુજરાતમાં માત્ર અમદાવાદમાં જ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને સરકારે જ્યાં ચેપગ્રસ્ત નાગરીકોની સંખ્યા વધી રહી છે તેવા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોને હોટસ્પોટ તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે. કોરોના સંદર્ભે મળેલી ગાઈડલાઈન અને આ ચેપને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે લેવાયેલા પગલાઓની આગલી શ્રેણીમાં સોમવારથી આ પાંચેય શહેરોમાં બફરઝોનની રચના કરવામાં આવશે. આ બફરઝોન જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હશે તે વ્યક્તિના નિવાસ સ્થાનની આસપાસના વિસ્તારને બફરઝોન કહેવાશે. જેમાં કોરોના વાઇરસ ચેકીંગ માટે રેન્ડમ ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ કહ્યું કે, કોરોના વાઇરસ ચેપ સંદર્ભે આગામી બે સપ્તાહ અતિ મહત્વના છે.જેથી હાઈ લેવલ કમિટીની મિટિંગ લેવાયેલા નિર્ણય મુજબ સોમવારથી ઉપરોક્ત પાંચ શહેરોમાં પોઝિટિવ દર્દીઓના નિવાસસ્થાનની 3થી 5 કિલોમીટરના વિસ્તારમાં ચેપ નિયંત્રણની કામગીરી શરૂ થશે. તેના માટે અહીં ગાંધીનગરમાં વોરરૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ પાંચેય શહેરોમાં દર્દીઓના સંપર્કમાં કોણ કોણ આવ્યું ? દર્દીઓના પરિવારમાં કોણ સંપર્કમાં રહ્યું ? જેવી મહત્વની બાબતો ધ્યાને લેવાશે અને આગળની ચેઇન સહીત અલગ અલગ ક્લસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના અત્યારે ક્વોરોન્ટાઇન હેઠળ છે. તેમાંથી 800થી વધુ નાગરિકોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.આ શંકાસ્પદ સહીત દર્દીના આસપાસના વિસ્તારમાં કોરોના વાઇરસ સંદર્ભે રેન્ડમ ટેસ્ટિંગ પ્રોસિજર શરૂ થશે.
બફરઝોનમાં લોકડાઉનથી પણ વધારે આકરા પગલાંઓ લેવાઈ શકે તેમ છે. બફરઝોનને એક પ્રકારે કર્ફ્યુ જ માનવામાં આવશે.
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ