Home News દિલ્હીમાં ઓપરેશન બુલડોઝર પર ‘બ્રેક’: સુપ્રિમ કોર્ટે કહ્યું- જહાંગીરપુરીમાં કાર્યવાહી પર સ્ટે...

દિલ્હીમાં ઓપરેશન બુલડોઝર પર ‘બ્રેક’: સુપ્રિમ કોર્ટે કહ્યું- જહાંગીરપુરીમાં કાર્યવાહી પર સ્ટે યથાવત, બે સપ્તાહ પછી ફરી સુનાવણી!

Face Of Nation 21-04-2022 : જહાંગીરપુરીમાં દિલ્હી નગર નિગમના ગેરકાયદે બાંધકામ વિશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન જહાંગીરપુરીની કાર્યવાહી પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો છે. આ મુદ્દે 2 સપ્તાહ પછી ફરી સુનાવણી કરાશે. ઓપરેશન બુલડોઝર વિરુદ્ધ કરવામાં આવેલી અરજીની ભલામણ કરનાર સીનિયર વકીલ દુષ્યંત દવેએ કોર્ટને કહ્યું કે, દિલ્હીમાં 731 ગેરકાયદે કોલોનીઓ છે પરંતુ અહીં એક ખાસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. દવેએ કહ્યું છે કે, પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજીતરફ બુધવારે દિલ્હી નગર નિગમે જહાંગીરપુરીમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ કાર્યવાહીના એક કલાકની અંદર જ સુપ્રીમ કોર્ટે ઓપરેશન પર સ્ટે આપી દીધો હતો. હકિકતમાં જમીયત ઉલેમા-એ-હિંદે MCDની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).