https://youtu.be/uBUaMX80pB0
Face Of Nation 18-03-2022 : યુક્રેનમાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે, જેમાં મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવામાં આવતા જોઈ શકાય છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં 17 માર્ચનો દિવસ સૌથી લોહિયાળ દિવસ રહ્યો છે, કારણ કે એક શહેરમાં ત્રણ બાળકો સહિત 53 લોકો માર્યા ગયા છે. રશિયન સૈનિકો શહેરોનો નાશ કરી રહ્યા છે અને નાગરિકોને નિર્દયતાથી મારી રહ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેનાને યુક્રેન તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.છતાં રશિયન સૈનિકોએ તેમના હુમલાઓ ચાલુ રાખે છે. બુધવારે ઉત્તરી શહેર ચેર્નિહિવમાં રશિયન બોમ્બ વિસ્ફોટમાં 53 લોકો માર્યા ગયા હતા.
એક દિવસમાં રશિયન હુમલામાં 53 નાગરિકો માર્યા ગયા
ગવર્નર વિચેસ્લાવ ચૌસે કહ્યું, “અમને ભારે નુકસાન થઈ રહ્યું છે,ગુરૂવારે થયેલા રશિયન હુમલામાં 53 નાગરિકો માર્યા ગયા હતા.” યુક્રેનની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે, બચાવ કર્મચારીઓએ તોપમારોથી નાશ પામેલી ઈમારતોની શોધખોળ કરી હતી અને જેમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો કાટમાળમાંથી મળી આવ્યા હતા. મૃતદેહોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).