Face Of Nation, 21-10-2021: દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારે ખુશખબર આપી છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારા કર્યો છે. આજે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાને લઈ ચર્ચા કરી હતી. જે બાદ તેમાં વધારો કરવાનો ફેંસલો લેવાયો હતો. 1 જુલાઈથી તે લાગુ થશે.
કેબિનેટની મંજૂરી બાદ હવે ડીએ 31 ટકા થઈ જશે. ચાલુ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન તથા મોંઘવારી ભથ્થા તથા ડીઆરમાં એક જુલાઈથી 11 અંકનો વધારો કરવાનો ફેંસલો હતો. જે બાદ ડીઓને નવો નવો 17 ટકાથી વદીને 28 ટકા થયો હતો. પરંતુ આજે તેમાં ત્રણ ટકાનો વધારો થતાં તે બેસિક પેના 31 ટકા થઈ જશે.
Dearness Allowance for Central Government employees to be increased from 28% to 31%, will be effective from from July 1, 2021; to benefit pensioners as well pic.twitter.com/H9qvbuMD36
— ANI (@ANI) October 21, 2021
મોંઘવારી ભથ્થું વધવાથી બીજા અલાઉન્સમાં ફાયદો મળશે. એમાં ટ્રાવેલ અલાઉન્સ અને સિટી અલાઉન્સ સામેલ છે. એ ઉપરાંત રિયાટર્મેન્ટ માટે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીમાં પણ વધારો થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)