Face Of Nation, 08-09-2021: કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા માટે 10,683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી દીધી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકાર દ્વારા મેન મેડ ફાઇબર્સ અને ટેક્સટાલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષમાં પીએલઆર સ્કીમ હેઠળ ઉપરોક્ત રકમ કરવાનો નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રીમંડળની બેઠકમાં લેવાયા નિર્ણયોની માહિતી આપતા જણાવ્યુ કે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની માટે ઘોષણા કરાયેલી પીએલઆઇ સ્કીમ હેઠળ 7.5 લાખ લોકોની માટે રોજગારી સર્જન થશે. આ પીએલઆઇ સ્કીમનો અમલ ટેક્સટાઇલ સેક્ટરના મેન મેડ ફાઇબર અને ટેકનિકલ ટેક્સટાઇલ સેક્ટરમાં કરાશે. જેમાં મેન મેડ ફાઇબર માટે 7000 કરોડ રૂપિયા અને ટેકનિકલ ટેક્સટાઇલ માટે 4,000 કરોડ રૂપિયાની પીએલઆઇ સ્કીમને મંજૂરી આપી છે. જો કે આજની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ટેલિકોમ સેક્ટર માટે કોઇ પ્રોત્સાહક જાહેર કરવામાં આવી છે.
સરકારની પીએલઆઇ સ્કીમથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં 19,000 કરોડ રૂપિયાથી વધારે મૂડીરોકણ આવી શકે છે ઉપરાંત આગામી પાંચ વર્ષમાં પ્રોડક્શન ટર્નઓવર ત્રણ લાખ કરોડ રૂપિયા વધી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)