Face of Nation 12-01-2022: રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને સરકાર પણ એક્શનમાં આવી છે ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠક મહત્વની ગણાશે. આ બેઠકમાં કોરોના સંક્રમણ મામલે ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે.
તો આ સાથે જ આજની બેઠકમાં પ્રભારી સચિવ જિલ્લાના કોરોના અને આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરશે, તો રાજ્યમાં વકરતા કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા અને કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તે અંગેની પણ ચર્ચા આજની બેઠકમાં થઈ શકે છે. આ સાથે જ અત્યાર સુધીમાં કોવિડ રસીના કેટલા ડોઝનું વિતરણ કરવામાં આવ્યું તે અંગે પણ મંથન થઈ શકે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
આ ફેરફારો આજથી એટલે કે 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).