Face Of Nation:રાજ્યમાં ચોમાસું જામ્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. અમદાવાદ શહેર સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની વકી છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે. દરમિયાન આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજવાની છે. કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતી અને તેના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે.રાજ્યમાં વરસાદની સ્થિતીને લઈને એક બેઠક મળી હતી. મંગળવારે મળેલી આ બેઠકમાં રાહત કમિશ્નર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે દાહોદ અરવલ્લી, બનાસકાંઠા ગીર સોમનાથ રાજકોટ ગામધઈનગ ખાતે એનડીઆરએફની ટીમ તેનાત કવરામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે.