ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 27-04-2020 : કોરોના પોઝિટિવની યાદીમાં લોકડાઉન સમયમાં જે દુકાનો ખુલ્લી રાખીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વહેચતા હતા તેવા લોકોના કોરોના પોઝિટિવ કેસો વધ્યા છે. છેલ્લા ઘણા દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની યાદીમાં હવે કરિયાણા, ડેરી અને શાકભાજીવાળાઓનો સમાવેશ થઇ રહ્યો છે. આ લોકોને તંત્રએ સુપર સ્પ્રેડર કેટેગરીમાં મુક્યા છે. કારણ કે, આવા લોકોથી ઘણા બધા સંપર્કમાં આવેલા હોય છે. જેને લઈને તેમના સંપર્કોની માહિતી અંગે પણ તપાસ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં જે પોઝિટિવ નોંધાયા છે તેમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, ગઈકાલે સુધી જે શાકભાજી, ડેરી કે કરિયાણાવાળા પાસેથી ચીજવસ્તુઓ ખરીદતા હતા તે આજે પોઝિટિવ નોંધાયો છે. જેને લઈને ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે અને સાથે સજાગતા પણ વધી ગઈ છે.
સરકારે જાહેર કરેલા લોકડાઉનનું જો કડકાઈથી પાલન કરવામાં આવ્યું હોત તો આજે આ દિવસો કદાપિ ન આવ્યા હોત. અત્યાર સુધીમાં કોરોના ઉપર કાબુ મેળવવામાં મહદ અંશે સફળતા મેળવી શકાઈ હોત તેમ કહેવામાં કોઈ બે મત નથી. પ્રજા જ ઇચ્છતી હતી કે, લોકડાઉન કડક કરવા કફ્ર્યુ જ ઉત્તમ ઉપાય છે. તેમ છતાં સરકારે આ મામલે વિચાર ન કર્યો. કેટલાક વિસ્તારોને બદલે સમગ્ર શહેરમાં કર્ફ્યુ નાખી દીધો હોત તો આજે કદાચ સ્થિતિ જુદી જ હોત તે વાતમાં શંકાને સ્થાન નથી.
શહેરમાં લોકડાઉનમાંથી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ જેવી કે, દૂધ, શાકભાજી અને કરીયાણાની દુકાનોને બાકાત રાખવામાં આવ્યા હતા. જો કે આમાંથી કેટલાય દુકાનદારો એવા હતા કે જેઓએ કોરોનાના ડરથી દુકાનો ખોલી જ નહીં. બીજી બાજુ જનતાની માંગને લઈને અનેક લોકોએ પોતાની દુકાનો ખોલીને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનું વેચાણ ચાલુ રાખ્યું હતું. આ વેચાણ દરમ્યાન કેટલાક લોકોએ નિયમોનું પાલન ન કર્યું અથવા તો બેદરકારી રાખી જેને કારણે કોરોનાનો ચેપ તેમને લાગી ગયો. આવા લોકોના સંપર્કમાં આવેલા અનેક ગ્રાહકોને પણ તેનો ચેપ લાગવાની શરૂઆત થઇ. ઘણા કિસ્સા એવા પણ આવ્યા છે કે, જેઓ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા હોય અને તેમને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોય.
જરૂરી નથી કે, કોરોના ગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ અન્ય વ્યક્તિને પણ તેનો ચેપ લાગે. અમદાવાદમાં શાકભાજી, કરિયાણા અને ડેરી ધરાવતા કેટલાય લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે આવા લોકોના સંપર્કમા આવેલા લોકોને પણ સાવધાની પૂર્વક હોમ ક્વોરેન્ટાઇન થવું જરૂરી છે. બેદરકારી અને નિષ્ક્રિયતાને લીધે જાણે અજાણે કોરોનાગ્રસ્ત વ્યક્તિ અન્યોને પણ તેના સંપર્કમાં લઈ લે છે. જેને કારણે અન્ય લોકો પણ કોરોનાનો શિકાર બની જાય છે.
હવે ચિત્ર બદલાઈ ગયું છે. લોકો શાકભાજી વાળા, ડેરીવાળા, કરિયાણાવાળાને ત્યાં ખરીદી કરવા જતા ડરી રહ્યા છે. સાવચેતી રાખી રહ્યા છે. આ બધું પહેલા જરૂરી હતું, જે હવે કોરોનાના કેસો વધ્યા બાદ ચાલુ થયું છે. લોકોના ઘરમાં પુરતું શાકભાજી અને દૂધ સહિતની ચીજવસ્તુઓ પડી હોવા છતાં કેટલાક લોકો વિના કારણે લટાર મારવાના આશયથી શાકભાજી, દૂધ કે કરિયાણું લેવાના બહાને નીકળી પડતા હતા. પરંતુ જો કર્ફ્યુ હોત તો વિના કારણે બહાર નીકળવાનું બંધ થયું હોત અને કોરોનાના કેસો પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યા હોત. ખેર ! હવે દેર આયે દુરસ્ત આયે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખનું નિધન, છેલ્લા દસ દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા
ટ્રાફિક અને કોલાહલથી ધમધમતા અમદાવાદ શહેરની ગલીઓ સુમસામ ભાસી રહી છે, જુઓ Video
કોરોનાએ અમદાવાદ શહેરને છૂટું પાડી દીધું, તમામ બ્રિજો બંધ કરવામાં આવ્યા, જુઓ તસ્વીરો