- પ્રદર્શન કરનારા હિંદુ સિંધ પ્રાંતના રહેવાસી છે
- આ વર્ષે 21 માર્ચના 2 છોકરીનું અપહરણ કરી તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું
Face Of Nation:પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો મુદ્દો કેનેડામાં જોર પકડી રહ્યો છે. ગત સપ્તાહે અહીં મિસિસૉગા શહેરમાં પાકિસ્તાનમાં રહેતા હિંદુઓએ પ્રદર્શન કર્યું. તેમણે માંગ કરી કે ઇમરાન ખાનની સરકાર દેશમાં અલ્પસંખ્યક છોકરીઓનું બળજબરીપૂર્વક થતું ધર્મ પરિવર્તન અટકાવે. સાથે એ અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે જે ધર્મો ઉપયોગ નિર્દોષ છોકરીઓના અપહરણ માટે કરે છે.
પ્રદર્શનકારિયોનું કહેવું છે કે સિંધમાં રહેનારા હિંદુ પરેશાન છે. ત્યાં દબાણપૂર્વક ધર્માંતરણના મામલા સામે આવી રહ્યા છે. પ્રદર્શનકારિયોએ ‘સગીર હિંદુ છોકરીઓના બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર રોક લગાવે પાકિસ્તાન’, ‘પાકિસ્તાન અલપસંખ્યખોનું ઉત્પીડન બંધ કરો’, ‘પાકિસ્તાન હિંદુ બાળકીઓના અપહરણ પર રોક લગાવે’, જેવા સ્લોગન લખેલાં પોસ્ટર દેખાડ્યાં. તેઓ ‘અમને ન્યાય જોઇએ’ ના નારા પણ લગાવી રહ્યાં હતા.
હોળીના દિવસે 2 હિન્દુ બાળકીઓનું અપહરણ થયું હતું
આ પહેલા કેનેડામાં એપ્રિલમાં હિંદુ બાળકીઓના અપહરણને લઇને પ્રદર્શન થયાં હતા. આ વર્ષે હોળીના દિવસે પાકિસ્તાનના સિંધ પ્રાતમાં બે બાળકીઓનુ અપહરણ કરી લેવામાં આવ્યું હતું.
બાદમાં જ્યારે તે મળી તો તેમનું ધર્મ પરિવર્તન થઇ ચૂક્યું હતું. ભારતે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયને એક ઓફિશ્યલ નોટ લખીને આ ઘટના પર ચિંતા જતાવી હતી.
સિંધમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન સામાન્ય
મીડિયા રિપોર્ટ અનુસાર બન્ને છોકરીઓ અનુસૂચિત જાતિ સમાજની હતી. 21 માર્ચના કોહબર અને મલિક જાતિના લોકોએ તેમનું અપહરણ કર્યું હતું. માનવાધિકાર કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે સિંધ અને દક્ષિણ વિસ્તારમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન સામાન્ય બની ગયું છે.