ફેસ ઓફ નેશન, 06-04-2020 : કોરોના મામલે આજે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં મુસ્લિમ કમ્યુનિટીના ઘીચ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ડો.જયંતી રવિએ મુસ્લિમ સમાજના આગેવાનો અને મૌલાનાઓને સમાજમાં જાગૃતતા માટે આગળ આવે તેવી વિનંતી કરી છે. આ લોકોમાં જાગૃતતા જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, તબ્લીગી સમાજના લોકોએ કોરોના અંગે કાળજી ન રાખતા મોટી મહામારી સર્જાઈ છે. દિલ્હી ખાતે યોજાયેલી તબ્લીગી જમાતની મરકજમાં ગયેલા લોકોમાં કોરોનાના લક્ષણો દેખાયા છે અને આવા લોકોએ કોરોના ફેલાવવામાં બેદરકારી દાખવી મહત્વનો ભાગ ભજવ્યો છે. સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું છેકે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. તબલીઘમાંથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી ટોટલ 144 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે હાલ લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના સોલામાં પણ એક કેસ નોંધાયો છે.
Exclusive : મરકજની ઈજતેમાંની સનસનીખેજ વિગતો, જેની વિચારધારાનું અનુકરણ લાદેન કરતો હતો
કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ?, જુઓ Video