Home News કરપ્શનનું કાસળ કાઢી નાખશે મોદી સરકાર ,15 ઓફિસર્સને નિવૃત કર્યા

કરપ્શનનું કાસળ કાઢી નાખશે મોદી સરકાર ,15 ઓફિસર્સને નિવૃત કર્યા

જે કર્મચારીની ઉંમર 50થી 55 વર્ષ છે અને જેમને નોકરીમાં 30 વર્ષ પૂરા થવા આવ્યા છે તેવા અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા

Face Of Nation:નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે બીજી ટર્મમાં પણ વિભાગોની સફાઈ એટલે કે જે કામ નથી કરતાં તેવા ઓફિસર્સને કાઢવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી છે. મંગળવારે 18 જૂને ફરી સરકારે નાણા વિભાગના 15 સીનિયર ઓફિસર્સને પરાણે નિવૃત્ત કરી દીધા છે. તેમાં ચીફ કમિશ્નર, કમિશ્નર અને એડિશનલ કમિશ્નર સ્તરના અધિકારીઓ પણ સામેલ છે. તેમાંથી મોટાભાગના ઓફિસર્સની સામે ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનો આરોપ છે.

મંગળવારે 18 જૂને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડિરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ વિભાગે જબરજસ્તી નિવૃત્ત કરેલા ઓફિસર્સનું નામ અને પદ આ પ્રમાણે છે…

ડૉ. અનુપ શ્રીવાસ્તવ- પ્રિન્સિપાલ કમિશ્નર
અતુલ દીક્ષિત- કમિશ્નર
સંસાર ચંદ- કમિશ્નર
કમિશ્નર હર્ષા
કમિશ્નર વિનય વ્રિજ સિંહ
એડિશનલ કમિશ્નર અશોક મહિદા
એડિશનલ કમિશ્નર વીરેન્દ્ર અગ્રવાલ
ડેપ્યૂટી કમિશ્નર અમરેશ જૈન
જોઈન્ટ કમિશ્નર નલિન કુમાર
આસિસ્ટન્ટ કમિશ્નર એસએસ પાબ્ના
આસિસ્ટન્ટ કમિશ્નર એસએસ બિસ્ટ
આસિસ્ટન્ટ કમિશ્નર વિનોદ સાંગા
એડિશનલ કમિશ્નર રાજૂ સેકર
ડેપ્યૂટી કમિશ્નર અશોક કુમાર અસવાલ
આસિસ્ટન્ટ કમિશનર મોહમ્મલ અલ્તાફ

આ પહેલાં પણ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નામા મંત્રાલય સંભાળતા જ આકરો નિર્ણય લીધો હતો. તેમણે ગયા સપ્તાહે ટેક્સ વિભાગના જ 12 સીનિયર ઓફિસર્સને જબરજસ્તી રિટાયર્ડ કર્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 પ્રમાણે નાણાં મંત્રાલયે આ ઓફિસર્સને સરકારના સમય પહેલાં જ નિવૃત્તિ આપી દીધી છે. આમ, અત્યાર સુધી કુલ 27 ઓફિસર્સને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.

ગયા સપ્તાહે નિયમ 56 પ્રમાણે નિવૃત્ત કરવામાં આવેલા દરેક અધિકારીઓ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ચીફ કમિશ્નર, પ્રિન્સિપાલ કમિશ્નર અને કમિશ્નર જેવા પદ પર તહેનાત હતા. રિપોર્ટ્સ પ્રમાણે તેમાથી ઘણાં ઓફિસર્સ પર કથિત રીતે ભ્રષ્ટાચાર અને ગેરકાયદે અને બેનામી સંપત્તિ સિવાય યૌન શોષણ જેવા ગંભીર આરોપ પણ છે.

શું છે નિયમ 56?

નિયમ 56નો ઉપયોગ એવા અધિકારીઓ પર કરવામાં આવે છે જેઓ 50થી 55 વર્ષની ઉંમરના હોય અને તેમણે 30 વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો હોય. સરકાર દ્વારા આવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવે છે. આવું કરવા પાછળ સરકારનો હેતુ નોન-પર્ફોમિંગ સરકારી સેવકને નિવૃત્ત કરવાનો હોય છે. સરકાર દ્વારા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિયમ ઘણાં સમય પહેલેથી લાગુ કરવામાં આવ્યો છે.