Home Uncategorized અ’વાદીઓ ચેતી જજો, કેસો વધતાં શહેરના આટલા વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર

અ’વાદીઓ ચેતી જજો, કેસો વધતાં શહેરના આટલા વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર

Face of Nation 24-12-2021:  ગુજરાતમાં ધીમે ધીમે હવે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં ગુરુવારે 43 નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા 6 મહિના બાદ નોંધાયા છે. સંક્રમણમાં વધારો ત્રીજી લહેરને આવકારો આપી શકે છે.

શહેરમાં બે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરનાં નોર્થ-વેસ્ટ ઝોનમાં આવેલ ચાંદલોડિયાનાં આઈસલેન્ડનાં ICB આઈલેન્ડનાં બ્લોક H નાં ટોથા માળનાં ઘર તથા વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદખેડાનાં ન્યૂ સીજી રોડ પર આવેલી દિવ્યજીવન સોસાયટીનાં ત્રીજા માળનાં 4 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં ધીમે ધીમે કોરોનાનાં નવા કેસમાં વધારો એક ચિંતાનો વિષય છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશન માટે એકવાર ફરી માથું ખંજવાળવા જેવી પરિસ્થિતિ ઉભી થતી દેખાઇ રહી છે. AMC દ્વારા શહેરનાં વધતા કેસ પર ખાસ નજર રાખવામા આવી રહી છે. જે વિસ્તારમાં કોરોનાનાં કેસ વધુ આવી રહ્યા છે, તે વિસ્તારને AMC માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી રહી છે.

ગત વર્ષની જેમ જ દિવાળી બાદ લોકોની બેદરકારીનાં કારણે કોરાનાનાં કેસોમાં સતત દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. વળી બીજ તરફ કોરોનાનાં નવા વેરિઅન્ટનાં કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં ગુરુવારે કોરોનાનાં નવા 111 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાનાં કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો જે ચિંતાજનક બાબત છે, હાલ રાજ્યમાં કોરોનાને લઇને બેદરકારી જોવા મળી રહી છે, લોકોએ જાણે સરકારની ગાઇડલાઇનને નેવે મુકી દીધી છે, જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).