ફેસ ઓફ નેશન, 01-05-2020 : આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને કોરોનાને કારણે હાલ લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્યો છે. છતાં નડિયાદથી દેશી દારૂ લઈને નીકળેલા વ્યક્તિની વટવા સદભાવના ચોકી પાસે ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેર પોલીસ કમિશનરની સ્કોડને મળેલી બાતમી અનુસાર, એક સફેદ આઈ-10 ગાડીને અટકાવી ચેકીંગ કરતા તેમાંથી 19 કેન એટલે કે 470 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો બચુભાઈના કુવા પાસે આપવાનો હોવાની પણ જાણકારી પોલીસ તપાસમાં મળી છે. જ્યાંથી આ દારૂ પકડાયો છે તે વટવા વિસ્તાર રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહનો મત વિસ્તાર છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !
1લી મે 1960માં સ્થપાયેલું 60 વર્ષનું ગુજરાત આજે કોરોનાને હરાવવા જંગ લડી રહ્યું છે
પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી