Home Crime દાહોદ LCBએ 26 લાખથી વધુ કિંમતનો 876 કિલો અફીણનો જથ્થો ઝડપી પા઼ડ્યો

દાહોદ LCBએ 26 લાખથી વધુ કિંમતનો 876 કિલો અફીણનો જથ્થો ઝડપી પા઼ડ્યો

Face of Nation 23-12-2021:  રાજ્યમાં અનેક વાર સરહદી વિસ્તારમાંથી દારૂની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર ગેરકાયદેસર દારૂ અને અન્ય નશીલા પદાર્થોને ગેરરીતે ઘૂસાડવામાં આવતા હોય છે ત્યારે દાહોદમાં અંદાજીત 26 લાખથી વધુ કિંમતનો અફીણનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનનો ટ્રકચાલક શિવરામ ભાદુ શાકભાજીની આડમાં અંદાજીત 876 કિલો અફીણ લઈને ગુજરાત આવી રહ્યો હતો. તે દરમિયાન LCBને બાતમીના આધારે મળેલી માહિતી બાદ છટકું ગોઠવ્યું હતું અને મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પા઼ડ્યો હતો.

દાહોદ LCBએ 26 લાખથી વધુના જથ્થા સાથે રાજસ્થાનના ટ્રકચાલક શિવરામ ભાદુને ઝડપી પાડ્યો છે અને મુદ્દામાલ કબ્જે કર્યો છે. ભથવાડાટોલનાકા પર રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં અફીણના જથ્થાને રાજ્યમાં લાવવામાં આવી રહ્યો હતો. આ જથ્થો શાકભાજીના આડમાં લવાઈ રહ્યો હોવાની બાતમી મળતા જ દાહોદ LCB હરકતમાં આવી હતી અને મુદ્દામાલ સાથે ટ્રક ચાલક સાથે એક આરોપીને પણ ઝડપી પાડ્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).