Home Uncategorized ચીદમ્બરમની પુછતાછ માટે સીબીઆઈએ માગી જ્યુડિશિયલ કસ્ટડી: પાંચ દિવસના રિમાન્ડ માગ્યા

ચીદમ્બરમની પુછતાછ માટે સીબીઆઈએ માગી જ્યુડિશિયલ કસ્ટડી: પાંચ દિવસના રિમાન્ડ માગ્યા

New Delhi: Central Bureau of Investigation (CBI) officials escort Congress leader P Chidambaram from his Jor Bagh residence in New Delhi, Wednesday, Aug 21, 2019. Former finance minister P Chidambaram arrested by CBI in INX media case: officials. (PTI Photo/Ravi Choudhary)(PTI8_21_2019_000211B)

Face Of Nation: પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. અહીં તેમના વકીલ અભિષેક મનુ સિંઘવી સાથે ચિદમ્બરમના પત્ની નલીની અને દીકરો કાર્તિ પણ હાજર છે. અહીં કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈ ટીમે ચીદમ્બરમની પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી અંગે ચિદમ્બરમને હાજર કરાયા એ સાથે તેમણે સાંકડી કોર્ટ અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘જે પ્રકારે મારી ધરપકડમાં ઉત્સાહ દર્શાવાયો હતો એ જોતાં મને હતું કે મોટી અદાલતમાં કાર્યવાહી થશે’