Home Crime તો શું ગાંધીના ગુજરાતમાં આટલા બધા ગુનાઓ? રાજ્યમાં દારૂ, ડ્રગ્સ બાદ હવે...

તો શું ગાંધીના ગુજરાતમાં આટલા બધા ગુનાઓ? રાજ્યમાં દારૂ, ડ્રગ્સ બાદ હવે નાના બાળકોના પોર્ન મુવી મુદ્દે CBI ની તપાસ ચાલુ

Face Of Nation, 17-11-2021: CBI દ્વારા બાળકોના યૌન શોષણ મુદ્દે કાર્યવાહી કરતા 83 આરોપીઓ વિરુદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓ પર બાળકોના યૌન શોષણ અને તેના વીડિયો બનાવીને વેચવાનો આરોપ છે. આ મુદ્દે સીબીઆઇ દ્વારા 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

સીબીઆઇ દ્વારા ગુજરાત ઉપરાંત દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તમિલનાડુમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી મુદ્દે ગુજરાતમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ગુજરાતનાં જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં સીબાઇ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીબીઆઇ દ્વારા એક સાથે ગુજરાતનાં ત્રણ જિલ્લાઓમાં દરોડાથી ફફડાટ વ્યાપ્યો છે.

જો કે પહેલાથી જ ડ્રગ્સ મુદ્દે છેલ્લા થોડા સમયથી વિવાદમાં રહેલા રાજ્યમાં હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની તપાસનાં પણ તાર લંબાતા તંત્રમાં પણ ચકચાર મચી ચુકી છે. શાંત રાજ્ય તરીકેની છબી ધરાવતા ગુજરાતમાં દારૂના દુષણ બાદ ડ્રગ્સનું દુષણ પણ વધ્યું છે તેવામાં હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફીથી રાજ્યની છબી ખરડાય તેવી શક્યતા છે.

ગત્ત વર્ષે CBI દ્વારા નવેમ્બર મહિનામાં જ આ પ્રકારનાં કેસમાં યુપી સરકારમાં કામ કરતા જુનિયર એન્જિનિયર રામ ભુવન યાદવ અને પત્ની દુર્ગાવતીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાળકોનાં યૌન શોષણ અંગેનો વીડિયો બનાવીને ડાર્કવેબ પર વેચતા હતા. આ પ્રકારે સીબીઆઇએ જમ્મુ કાશ્મીરમાં રહેનારા નિયાજ અહેમદ મીરને પણ આ પ્રકારનાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે અમેરિકામાં રહેતી પોતાની પત્નીની મદદથી ત્યાંના બાળકોનાં યૌન શોષણના વીડિયો અને તસ્વીરોને ડાર્કનેટ દ્વારા વિદેશમાં વેચતો હતો. FBI ને જ્યારે આ વાતની માહિતી મળી તો તેણે સીબીઆઇને આ અંગે માહિતી આપી હતી. ત્યાર બાદ આ ધરપકડ અને કાર્યવાહી આરંભવામાં આવી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)