Face Of Nation, 18-11-2021: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદ એટલે કે CBSE ની ટર્મ 1 બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે વિદ્યાર્થીઓ માટે હાઈબ્રિડ મોડનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી સીબીએસઈ ની સાથે સાથે સીઆઈએસસીઈના 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને મોટો ઝટકો મળ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ પહેલેથી શરૂ થઈ ગઈ છે. સમગ્ર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો અને તેમા વિધ્ન નાખવું યોગ્ય નથી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે શિક્ષણ વ્યવસ્થા સાથે રમત ન કરો. અધિકારીઓ પોતાનું કામ સારી રીતે કરે. હવે ખુબ મોડું થઈ ચૂક્યું છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ પરિષદ એટલે કે સીબીએસઈ એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ઓફલાઈન મોડથી બોર્ડ પરીક્ષાઓ કરાવવા માટે તમામ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારીને 15000 સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાનો સમય 3 કલાકથી ઘટાડીને 1.5 કલાક કરાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)