Home News CBSE બોર્ડ : ધોરણ 10-12નાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, વિદ્યાર્થીઓ પોતાનું પરીક્ષા...

CBSE બોર્ડ : ધોરણ 10-12નાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, વિદ્યાર્થીઓ પોતાનું પરીક્ષા સેન્ટર બદલી શકશે

Face Of Nation, 10-11-2021:  CBSE બોર્ડે સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા ફક્ત ઓનલાઈન મોડથી આયોજીત કરવામાં આવશે. સીબીએસઈના આ નિર્ણયથી એવા વિદ્યાર્થીઓને ફાયદો થશે. જે હાલના સમયમાં પોતાના સ્કૂલવાળા શહેરમાં ના રહીને દેશના કોઈ અન્ય શહેરમાં રહે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યાં છે અને હવે તેમને પરીક્ષા આપવામાં સરળતા રહેશે.

જોકે, સીબીએસઈના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા સેન્ટર બદલવા માટે માત્ર આજનો સમય છે. વિદ્યાર્થીઓ પોતાના સંબંધિત શાળામાંથી પરીક્ષા સેન્ટર બદલવા માટે 10 નવેમ્બરની મધ્ય રાત્રિ સુધી અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓની મળેલી અરજીને શાળા 12 નવેમ્બરની મધ્ય રાત્રિ સુધી બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરી દેશે.

વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર બદલવા માટે પોતાની શાળામાં અરજી કરવી પડશે. બોર્ડે એવી સ્પષ્ટતા પણ કરી છે કે અરજી માટે વિદ્યાર્થીઓની પાસે માત્ર એક દિવસનો સમય છે અને અંતિમ તારીખ બાદ કોઈ પણ અરજીનો સ્વીકાર કરવામાં આવશે નહીં.

સીબીએસઈ ભારત અને વિદેશમાં પણ તમામ સંલગ્ન શાળામાં તારીખ નક્કી કરીને પરીક્ષાનું આયોજન કરશે. આ વખતે 10મા ધોરણની પરીક્ષા 17 નવેમ્બરથી અને 12મા ધોરણની પરીક્ષા 16 નવેમ્બરથી શરુ થશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)