Home Uncategorized અંતિમ સફર પર નીકળ્યા જનરલ બિપિન રાવત, ‘વંદે માતરમ’ના નારા સાથે વિદાય

અંતિમ સફર પર નીકળ્યા જનરલ બિપિન રાવત, ‘વંદે માતરમ’ના નારા સાથે વિદાય

Face of Nation 10-12-2021:  સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને આજે બેસ હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાને લઈ જવાયો હતો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક વીવીઆઈપી અને અન્ય લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર Mi-17 V5 તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સેનાના અનેક અધિકારીઓ સહિત 13 લોકોના મોત થયા હતા. સીડીએસ બિપિન રાવત હેલિકોપ્ટરથી તમિલનાડુના વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ અકસ્માતમાંથી માત્ર એક ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ જીવિત બચ્યા છે અને હાલ સારવાર હેઠળ છે. દેશ સતત તેમની સલામતીની દુઆ માંગે છે. જનરલ બિપિન રાવત સહિત અકસ્માતનો ભોગ  બનેલા લોકોને દેશ ભીની આંખે યાદ  કરી રહ્યો છે.

જનતા પોતાના યોદ્ધાને અભૂતપૂર્વ વિદાય આપી રહી છે. રસ્તાની બંને બાજુ લોકો ઊભા છે અને નારા લગાવી રહ્યા છે. સીડીએસ જનરલ બિપિન રાવતની અંતિમ યાત્રામાં લોકો ભારત માતા કી જય, વંદે માતરમ, અને જનરલ બિપિન રાવત અમર રહેના નારા લગાવી રહ્યા છે. રાજકીય સન્માન સાથે શહીદ સીડીએસ જનરલ  બિપિન રાવતને અંતિમ વિદાય અપાઈ રહી છે.

CDS બિપિન રાવતના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાઈ રહ્યો છે. દિલ્હી કેન્ટોન્મેન્ટના બ્રાર સ્ક્વેર સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને 17 તોપની સલામી આપવામાં આવશે. અંતિમ સંસ્કાર સમયે ત્રણેય સેનાના બ્યુગલ વાગશે. સૈન્ય બેન્ડ શોક ગીત વગાડશે. અંતિમ સંસ્કાર વખતે 800 જવાન હાજર રહેશે. અંતિમ યાત્રાને 99 સૈન્ય કર્મી એસ્કોર્ટ કરશે. સેનાના બેન્ડના 33 કર્મી આખરી વિદાય આપશે.

આ બધા વચ્ચે ભારતીય વાયુસેનાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવી કે IAF એ 8 ડિસેમ્બર 2021ના રોજ ઘટેલી દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણોની તપાસ માટે એક ટ્રાઈ સર્વિસ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બનાવી છે. તપાસ ઝડપથી પૂરી કરી લેવાશે અને તથ્યોને સામે આવવામાં આવશે. ત્યાં સુધી શહીદોની ગરીમાનું સન્માન કરતા પાયાવિહોણી અટકળોથી બચો.

સીડીએસ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિનીએ માતા પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સીડીએસ બિપિન રાવતને અંતિમ વિદાય આપવા માટે તેમના ઘરે પહોંચ્યા. અહીં તેમણે જનરલ અને તેમના પત્નીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)