Face Of Nation, 04-08-2021 : સત્તા અને રાજકીય પક્ષો બંને અલગ છે. કોઈ પણ રાજકીય પક્ષની સરકાર સરકારી પૈસે પક્ષનો કાર્યક્રમ ન યોજી શકે, કેમ કે સરકારની તિજોરીમાં આવતા પૈસા માત્ર પ્રજાની સુવિધાઓ પાછળ વાપરવામાં આવે તે તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે તેમ છતાં સરકારી ખર્ચે ભાજપે ઉત્સવો યોજીને પોતાની વાહવાહી કરવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે.
જો સરકાર આ કાર્યક્રમ ઉજવી રહી હોય તો ઠેર ઠેર એવું ચિત્ર દેખાડવામાં આવી રહ્યું છે કે, ભાજપે આમ કર્યું, ભાજપે તેમ કર્યું. ક્યાંય એવું કહેવામાં નથી આવી રહ્યું કે ગુજરાત સરકારે આમ કર્યું. ખેર ! જેણે જે કર્યું હોય તે પણ પ્રજાના પૈસે વિકાસ કરવો એ સત્તાનું કામ છે એમાંય પાછું ગણાવવા બેસવું કે અમે આમ કર્યું તેમ કર્યું અને એની પાછળ પણ ખર્ચાઓ કરવા તે કેટલું યોગ્ય છે. કોરોનાએ કાળો કેર વર્તાવી અનેક લોકોને રોવડાવ્યા છે તેવામાં સરકાર આવા તાયફાઓ કરે તે કેટલા યોગ્ય છે ?
હાલમાં ગુજરાત સરકાર સફળતાનાં પાંચ વર્ષ ઉજવી રહ્યું છે. જેના હેઠળ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે આ સફળતાનાં પાંચ વર્ષના ઉત્સવો અને કાર્યક્રમોનું આયોજન કોના પૈસે કરવામાં આવી રહ્યું છે ? સરકારી પૈસે કે ભાજપ પક્ષના પૈસે ? કેમ કે સરકારી તિજોરી ખોલીને વાપરવાનો ભાજપ પક્ષનો કોઈ અધિકાર નથી. સીએમ કોઈ કાર્યક્રમમાં હાજરી આપે એટલે જરૂરી નથી કે તે કાર્યક્રમ સરકારી જ હોય કે સરકારી પૈસે જ હોય.
ગુજરાતમાં રૂપાણી સરકારના નેતૃત્વના પાંચ વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે સફળતાના 5 વર્ષની રાજ્ય સરકાર પ્રજાલક્ષી કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી રહ્યું છે.”પાંચ વર્ષ આપણી સરકારના” સૌના સાથ સૌના વિકાસના નારા હેઠળ આજથી રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં 1 ઓગષ્ટથી 9મી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વિવિધ થીમ આધારિત ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ લોક કલ્યાણ કાર્યના શુભારંભ-લોકાર્પણ અને લાભાર્થીઓને લાભ સહાયનું વિતરણ કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)