ફેસ ઓફ નેશન, 10-05-2020 : કોરોનાની મહામારી વિશ્વભરમાં ફેલાઈ છે. તેવામાં આ સમયે સૌથી વધુ વૃદ્ધ અને ઉંમરલાયક લોકોનું ધ્યાન રાખવા સતત તંત્ર લોકોને અપીલ કરી રહ્યું છે. જેના ઘરમાં વૃદ્ધો કે ઉંમર લાયક લોકો હોય તેમનું સવિશેષ ધ્યાન રાખવા અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસો કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે. તેવામાં આજે મધર્સ ડે નિમિત્તે અમદાવાદમાં પુત્રવધૂએ સાસુએ ભેગા મળીને રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી યોગા દ્વારા ઉજવણી કરી હતી. તેમને આ અનેરા અભિગમ થકી જાગૃતતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો.
માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે. આપણે આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર એ માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી પરંતુ મધર્સ ડેના દિવસે આપણે આપણી લાગણીઓને રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. આ જ કારણે દર વર્ષે વિશ્વભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.
જો કે આ વખતે કોરોનાના કારણે દરેક લોકો પોતાની માતા સાથે દિવસભર સમય વિતાવી રહ્યા છે. કોરોનાએ ઘરમાં કેદ કરી દીધા છે જેને લઈને લોકો આ સમયનો ઉપયોગ કરીને માતા સાથે સમય ગાળી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં રહેતા જાણીતા વેડિંગ પ્લાનર પૂર્વા પટેલે અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે તેઓએ સાસુ સાથે યોગ દ્વારા મધર્સ ડેની ઉજવણી કરી હતી. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video